istock photo

ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝા પ્રોગ્રામની લોટરી સિસ્ટમ બંધ કરી નવી વેઇટેડ સિલેક્શન પ્રોસેસ માટેના નવા નિયમો મંળવારે જાહેર કર્યા હતાં. નવા નિયમો હેઠળ વર્ક વિઝાની ફાળવણીમાં હવે ઉચ્ચ કુશળ અને ઉચ્ચ પગાર ધરાવતા વ્યક્તિઓને પ્રાથમિકતા મળશે. આ નવા નિયમ 27 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવશે અને નાણાકીય વર્ષ 2027ની H-1B કેપ રજિસ્ટ્રેશન સીઝન માટે અમલમાં રહેશે.

ટ્રમ્પ વહીવટીતંત્ર કાયદેસર અને ગેરકાયદેસર બંને પ્રકારના ઇમિગ્રેશન તેમજ H1B વિઝાના દુરુપયોગ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે આ આ પ્રોગ્રામમાં ધરખમ ફેરફારની જાહેરાત કરી હતી. અમેરિકામાં H1B વિઝા પ્રોગ્રામનો સૌથી મોટા લાભાર્થીઓ ભારતના લોકો છે.

હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે જણાવ્યું હતું કે તે ઉચ્ચ કુશળ અને ઉચ્ચ પગાર ધરાવતા વ્યક્તિઓને વિઝા ફાળવણીને પ્રાથમિકતા આપવા માટે H-1B વર્ક વિઝા પસંદગી પ્રક્રિયાને સંચાલિત કરતા નિયમોમાં સુધારો કરી રહ્યું છે જેથી અમેરિકન કામદારો માટે વેતન, નોકરીની પરિસ્થિતિઓ અને નોકરીની તકોનું વધુ સારી રીતે રક્ષણ કરી શકાય. H-1B વિઝા અરજદારોની પસંદગી કરવાની લોટરી સિસ્ટમનો વ્યાપક દુરુપયોગ થતો હતો અને કંપનીઓ ઓછા વેતન પર વિદેશી મજૂર લાવવા માટે તેનો ઉપયોગ કરતી હતી.

હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ લોટરી સિસ્ટમની જગ્યાએ વેઇટેડ સિલેક્શન પ્રોસેસનો અમલ કરશે. DHSના જણાવ્યા મુજબ નવી સિસ્ટમનો હેતુ હાયર સ્કીલ્ડ અને હાયર પેઇન્ટ્સ વિદેશી વર્કર્સને H-1B વિઝા મળે રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આની સાથે કંપનીઓને પણ તમામ વેતન સ્તરે H-1B કામદારોને સુરક્ષિત કરવાની તક મળશે.

નવી દરખાસ્ત મુજબ સિલેક્શન વેતન સ્તર પર આધારિત હશે. ચાર વેતન સ્તરોમાંથી સૌથી વધુ એટલે $162,528 વાર્ષિક પગાર મેળવતા કામદારોને સિલેક્શનમાં ચાર એન્ટ્રીઓ મળશે, જે તેમની પસંદગીની સંભાવના વધારશે. સૌથી નીચલા સ્તર પર રહેલા લોકોને ફક્ત એક જ એન્ટ્રી મળશે. ઉદાહરણ તરીકે મેટામાં $150,000 ઓફર મેળવનારા એન્જિનિયરને હવે બહુવિધ લોટરી એન્ટ્રીઓ મળી શકે છે, જ્યારે $70,000ની ઓફર ધરાવતા જુનિયર ડેવલપરને ફક્ત એક જ એન્ટ્રી મેળશે. આ સિસ્ટમથી બજારમાં સૌથી ઊંચું વેતન ઓફર કરતી દિગ્ગજ કંપનીઓની તરફેણ કરશે. વધુમાં આ નિયમથી વધુ સિનિયર અને હાયર પેઇડ ટેક વર્કફોર્સ ઊભો થશે.

LEAVE A REPLY