ભારતે સોમવાર, 30 ડિસેમ્બરે ઓડિશાના ચાંદીપુર ખાતેની ઇન્ટિગ્રેટેડેટ ટેસ્ટ રેન્જ ખાતેની પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ (LRGR 120)નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ રોકેટનું પરીક્ષણ તેની મહત્તમ ૧૨૦ કિ.મી. રેન્જ માટે કરાયું હતું અને
હાઇ એનર્જી મટેરિયલ રિસર્ચ લેબોરેટરી (આઇટીઆર)ના સહયોગમાં આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિસમેન્ટે આ રોકેટ તૈયાર કર્યું છે. તેમાં ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીએ સપોર્ટ કર્યો હતો. સંરક્ષણ પ્રધાન રાજસ્થાનને આ સિદ્ધિ બદલ ડીઆરડીઓને અભિનંદન આપીને જણાવ્યું હતું કે લોંગ રેન્જ ગાઇડેડ રોકેટથી ભારતની સશસ્ત્ર દળોની ક્ષમતામાં વધારો થશે અને તે ગેમ ચેન્જર સાબિત થશે.
પિનાકા મલ્ટીપલ લોન્ચર રોકેટ સિસ્ટમ (MLRS) સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત લાંબા અંતરનું આર્ટિલરી હથિયાર છે.તેના ઝડપી પ્રતિભાવ અને ચોકસાઈ માટે જાણીતી, પિનાકા સિસ્ટમ આધુનિક યુદ્ધમાં ભારતીય સેનાની ક્ષમતામાં વધારો કરે છે.
સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓમાં વિકસાવવામાં ભારતની આ મોટી સફળતા છે. ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ અગાઉ જણાવ્યું હતું કે પિનાકાના લાંબા અંતરના મિસાઇલો તૈયાર થતાંની સાથે જ સુરક્ષા દળ અન્ય વૈકલ્પિક શસ્ત્રો માટેની યોજનાઓ છોડી શકે છે. ભારત આ મિસાઇલની નિકાસ પણ કરે છે.













