ભારતમાં રમાનારી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ માટે ભારતીય વન-ડે ટીમની જાહેરાત શનિવારે કરવામાં આવી છે. ટી20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. વન-ડે સીરિઝ માટે ટીમનું કેપ્ટન પદ શુભમન સોંપાયું છે. શુભમન ઈજાને કારણે સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં રમી શક્યો ન હતો, જેના કારણે કેએલ રાહુલને કેપ્ટનની જવાબદારી સોંપાઇ હતી. આ સીરિઝ માટે શુભમનની સાથે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયરનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, શ્રેયસ ફિટ જાહેર થાય તો જ સીરિઝમાં ભાગ લઈ શકશે. શ્રેયસને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી.
ખેલાડીઓઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન*), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ અને યશસ્વી જયસ્વાલ.

LEAVE A REPLY