ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 11 જાન્યુઆરીની સાંજે અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના બાકીના ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આનાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ ટ્રેનનો પ્રારંભ થયો હતો. ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતી.
મેટ્રો રેલનો આ બાકીનો તબક્કો ગાંધીનગરના સેક્ટર 10Aને મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર સાથે જોડે છે.રાજ્ય સરકારની યાદી મુજબ મોદીએ સાંજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર મેટ્રો સેવાને લીલી ઝંડી આપી હતી હતી. જેનાથી રાજ્યની રાજધાનીમાં આ બે સ્ટેશનો વચ્ચેની સેવાનો પ્રારંભ થયો હતો. તેમાં સચિવાલય સંકુલ, અક્ષરધામ મંદિર, જૂના સચિવાલય, સેક્ટર ૧૬ અને ૨૪ ને આવરી લેવામાં આવ્યો છે.
તે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો સેવાનો બીજા તબક્કાનો ભાગ છે.મોદીએ સપ્ટેમ્બર 2024 માં બંને શહેરોને જોડતી મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું.ઉદ્ઘાટન પછી, ગુજરાતના મુખ્યમંત્રી અને સંઘવીએ સચિવાલય પહોંચવા માટે મેટ્રોમાં સવારી કરી હતી.











