રણવીર
યુવા અભિનેતા રણવીર સિંઘની ધુરંધર ફિલ્મને બોલીવૂડની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મોમાં સ્થાન મળ્યું છે. આ ફિલ્મે વૈશ્વિક ક્ષેત્રે રૂ. 1003.10ના બિઝનેસ સાથે 1000 ક્લબમાં પ્રવેશ કર્યો છે. જે ફિલ્મને સારું ઓપનિંગ મળે અને સાથે લાંબા સમય સુધી સારું પ્રદર્શન પણ કરે ત્યારે તેને આ ક્લબમાં સ્થાન મળે છે. આ ફિલ્મ વિદેશોમાં પણ દર્શકોને આકર્ષી રહી છે, જેના કારણે ફિલ્મે ચાર આંકડાની કમાણી પાર કરી લીધી છે. આ પ્રકારના આંકડા કોઈ પણ ફિલ્મ માટે મહત્વના છે. તેની પાછળ કેટલાક દર્શકોએ એકથી વધુ વખત ફિલ્મ જોઈ હોવાના અને થિએટર સિવાય ફિલ્મની કમાણીના અન્ય વિકલ્પોમાંથી વળતરની શક્યતા પણ વધી જાય છે. આ સાથે જ કોરોનાકાળ પછી ફરી એક વખત થિએટરનો જમાનો આવી ગયો હોવાનો પણ માહોલ બની ગયો છે. રણવીર સિંઘ માટે 1000 કરોડ ક્લબમાં પહોંચનારી આ પ્રથમ ફિલ્મ છે, આ સાથે રણવીરની બોક્સ ઓફિસ પર સ્થિતિ ઘણી મજબુત થઈ ગઈ છે અને તેના પરથી નોનસેલેબલ એક્ટરનું ટૅગ પણ દૂર થઈ ગયું છે. આ ફિલ્મ રણવીરની કારકિર્દીની એવી ફિલ્મ બની ગઈ છે, જેને અવગણવી શક્ય નથી. આ ફિલ્મને હજુ નવી રિલીઝ છતાં સારા શો મળી રહ્યા હોવાથી આ આંકડા આગામી દિવસોમાં પણ વધશે.

LEAVE A REPLY