નેહા ધુપિયા
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
એક સમયની બોલ્ડ અભિનેત્રી નેહા ધુપિયાએ જાણીતી વેબ સીરિઝ- પરફેક્ટ ફેમિલી અને સિંગલ પાપામાં કરેલા અભિનયને લોકો વખાણી રહ્યા છે. તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યૂમાં તેણે સિનેજગતમાં રહેલી અનિશ્ચતતાઓ અંગે ચર્ચા કરી હતી, તેણે કહ્યું કે સારું કામ કરવાથી પણ સતત કામ મળતું રહેશે, તેની કોઈ ખાતરી મળતી નથી. તેણે કહ્યું કે ત્રણથી ચાર વર્ષ કામ વગર બેસી રહેવાથી તે પોતે પણ અસ્વસ્થતા અનુભવે છે.
નેહાએ જણાવ્યું હતું કે, ‘હું જ્યારે મારી પાસે કામ ન હોય ત્યારે મને પણ એંગ્ઝાયટી થાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ કામ કર્યા પછી પણ હું અંધારામાં ઓશિકામાં માથું નાખીને રડી લઉં છું. થોડા દિવસ પહેલાં જ એવું થયું હતું. મારા પોતાનાં પણ કારણો હોઈ શકે છે, કઈ સાંભળે છે કે નહીં, ખબર નહીં. મને આ કામ અને ફિલ્મો ગમે છે, તેથી મારે દુઃખ વ્યક્ત કરવાની કોઈ ઇચ્છા નથી. મને લાગે છે કે ઇન્ડસ્ટ્રી મને નિઃરાશ તો નહીં કરે.”
નેહાએ વધુમાં કહ્યું કે, ‘ઇન્ડસ્ટ્રીમાંથી તમને હંમેશા મજબુત રહેવાની સલાહ મળે છે, પરંતુ વારંવાર કામ ન મળે તો તમે અકળામણ થાય છે. આ સ્થિતિ કપરી થઈ જાય છે. લોકો કહે છે કે તમારે મજબૂત થવું પડશે, પરંતુ બધું જ અસર કરે છે. ખાસ તો જે બાબતની સૌથી વધુ અસર થાય છે, તે તમે નવરા બેઠાં છો અને બીજાં બધાં જ કામ કરે છે. તમે જીવન એમ જ પસાર થતું જુઓ છો. મારામાં અને નવોદિતોમાં એ જ ફરક છે મને ખબર છે કે આ સમયનો સામનો કઈ રીતે કરવાનો, હું પણ ઘણી વખત નિરાશ થાય છે. પરંતુ હું ક્યારેય કામ વગર બેસી રહી નથી. કારણ કે હું એકસાથે ઘણા કામ કરું છું.
આ થકવી દે એવું છતાં ઘણા સારા પરિણામ આપતું કામ છે. કંઇક પ્રવૃત્તિ તો જોઇએ જ. જો મને છેલ્લા બે પ્રોજેક્ટના આધારે આગળ કામ ન મળે તો એનો કોઈ મતલબ નથી. એક કામથી બીજું સારુ કામ મળે છે, ખબર નહીં, ક્યારેક મળતું હશે. પછી તમારી સામે અક્ષય ખન્ના જેવા ઉદાહરણ આવી જાય છે અને વિચાર આવે છે, આપણે પણ છ વર્ષ ઘેર બેસી જઈએ. માત્ર એ આશામાં કે એક કામથી બીજું કામ મળશે.’

LEAVE A REPLY