(ANI Photo)

ભારત અને શ્રીલંકા દ્વારા સહ-આયોજિત ICC T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમ રમશે કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણ. 21 જાન્યુઆરીએ લેવામાં આવે તેવી શક્યતા છે.

મીડીયા રીપોર્ટ મુજબ શનિવારે (17 જાન્યુઆરી, 2026) ઢાકા ખાતે ચર્ચા દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને આ સમયમર્યાદા આપવામાં આવી છે. બાંગ્લાદેશે ICCને આયર્લેન્ડ સાથે ગ્રુપ અદલાબદલી કરવા T20 WC મેચ શ્રીલંકામાં સ્થાનાંતરિત કરવા વિનંતી કરી છે. જોકે ભારતમાં રમવાનો ઇનકાર કરી રહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના આ પ્રસ્તાવને ક્રિકેટ આયર્લેન્ડે ફગાવી દેતા આખો મામલો ગુંચવાયો હતો. બાંગ્લાદેશ હવે ભારતમાં રમવા તૈયાર નથી, અને આયર્લેન્ડ પોતાનું ગ્રુપ બદલવા તૈયાર નથી, જેના કારણે ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો ઘેરાયા હતાં. બાંગ્લાદેશ ભારતમાં રમવા તૈયાર નથી, ICC શેડ્યૂલ બદલવા તૈયાર નથી અને આયર્લેન્ડ ગ્રુપ સ્વેપ માટે રાજી નથી. આ ગતિરોધને કારણે ટૂર્નામેન્ટ પર સંશય ઘેરાયો છે.

વિવાદની શરૂઆત આઈપીએલમાં બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનના સમાવેશના મુદ્દે થોડા દિવસ પહેલા થઈ હતી. બાંગ્લાદેશમાં છેલ્લા થોડા દિવસોમાં લઘુમતી હિન્દુ સમુદાયના લોકોને ખાસ નિશાન બનાવી તેમના ઉપર જીવલેણ હુમલાના બનાવો સતત બની રહ્યા છે. ફક્ત ભારત નહીં, વિદેશી સરકારોએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કર્યા છતાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર આ મુદ્દે કોઈ સંતોષકારક પગલાં નહીં લેતી હોવાના કારણે ભારતમાં કેટલાક લોકોએ બાંગ્લાદેશી ક્રિકેટરના ભારતમાં આઈપીએલમાં રમવા સામે વિરોધ શરૂ કર્યો હતો. વિવાદમાં મૂળભૂત રીતે તો રહેમાનની કેકેઆર ટીમના માલિક શાહરૂખ ખાનને પણ ભીંસમાં લેવાયો હતો. આખરે વિવાદ વકરતાં ભારતીય ક્રિકેટ બોર્ડે કોલકાતા નાઈટ રાઈડર્સને સૂચના આપી હતી કે, મુસ્તફિઝુરને ટીમમાંથી વિદાય કરી દેવામાં આવે. કેકેઆરને રહેમાનને આ મુદ્દે જાણ કર્યા પછી બાંગ્લાદેશના ઉશ્કેરાટની શરૂઆત થઈ હતી.

LEAVE A REPLY