મુંબઈમાં ઓટીટી શ્રેણી 'ધ બ્રોકન ન્યૂઝ'ની આગામી બીજી સીઝનના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન બોલિવૂડ અભિનેતા જયદીપ અહલાવત, અભિનેત્રીઓ સોનાલી બેન્દ્રે, શ્રિયા પિલગાંવકર, સુચિત્રા પિલ્લઈ, ગીતિકા વિદ્યા ઓહલ્યાન અને અન્ય કલાકારો(ANI Photo)

ફિલ્મોને સિનેમા હોલમાં રિલીઝ કરવાનું મહત્વ છે તેમ હવે તેને ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શાવવાનું ચલણ લોકપ્રિય થઇ રહ્યું છે. ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ નિહાળનારો એક અનોખો વર્ગ છે. જે લોકો વિવિધ કારણોસર થીયેટરમાં જઇને ફિલ્મો જોવાનું ટાળે છે તેઓ ઘેર બેઠા ડિજિટલ પ્લેટફોર્મ પર વેબ સીરિઝ અને ફિલ્મો જોવાનું પસંદ કરે છે. તાજેતરમાં આ પ્લેટફોર્મ પર 15 જેટલી નવી ફિલ્મો અને વેબ સીરિઝ રીલીઝનું આયોજન છે. તેમાં ‘તેરે ઇશ્ક મેં’થી લઇને ‘અ નાઇટ ઓફ ધ સેવન કિંડમ્સ’, ‘ગુસ્તાખ ઇશ્ક’ અને’ સ્પેસ જેન: ચંદ્રયાન’ અને’ મસ્તી 4’નો સમાવેશ થાય છે. આ ફિલ્મ અને વેબ સીરિઝમાં રોમાન્સ, ફેન્ટસી, સાઇકોલોજિકલ હોરર, કટાક્ષ, રિયાલિટી, પોએટ્રી, થ્રિલર જોવા મળશે.

તેરે ઇશ્ક મેં-નેટફ્લિક્સ
આ એક ઇન્ટેન્સ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે, જેમાં સાઇકોલોજી અને ઘેલછાની પણ વાત કરવામાં આવી છે. સાઈકોલોજી રીસર્ચર મુક્તિ એટલે કે ક્રિતિ સેનન એક વિવાદસ્પદ સંશોધન માટે દિલ્હીના શંકર એટલે કે ધનુષ, એક વિદ્યાર્થી નેતા સાથે પ્રયોગ કરે છે કે, એક હિંસાત્મક અભિગમ ધરાવતા વ્યક્તિમાં પ્રેમ દ્વારા કોઇ પરિવર્તન આવી શકે છે કે નહીં. તેમના સંબંધો પરિસ્થિતિના કારણે કઈ રીતે બદલાય છે, તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.

ગુસ્તાખ ઇશ્ક-જિઓ હોટસ્ટાર
ઉર્દુ સાહિત્ય આધારિત આ ફિલ્મ પુરાની દિલ્હીમાં ભૂલાઇ રહેલી સાંસ્કૃતિક પરંપરાઓની વાત છે. નવાબુદ્દિન પપ્પન નામનો એક વ્યક્તિ પોતાના મૃત પિતાનું પ્રિન્ટિંગ પ્રેસ બચાવવા ઇચ્છે છે. તેથી તે અઝીઝ બેગ નામના કવિને તેમનો કાવ્યસંગ્રહ છપાવવા માટે મનાવે છે. આ દરમિયાન તેનો પરિચય કવિની પુત્રી મિન્ સાથે થાય છે અને તેના પ્રેમાં પડે છે. તહેઝીબ અને મૂલ્યો સાથે સમાધાનના વિષય પર બનેલી આ કાવ્યાત્મક ફિલ્મ છે.

મસ્તી 4-ઝી5
તુષાર કપૂર, આફતાબ શિવદાસાની અને રીતેશ દેશમુખની આ એડલ્ટ કોમેડી ફિલ્મ ફરીથી એ જ મસ્ત સાથે રીલીઝ થઇ છે. જીવનમાં કંટાળી ગયેલા આ ત્રણેય પતિઓ ઓપન મેરેજ કન્સેપ્ટ સ્વીકારવાનો પ્રયાસ કરે છે, આ દરમિયાન તેમાં મોટી ગરબડ સર્જાય છે. પછી તેમની ભૂમિકા રીવર્સ થાય છે અને તેમની પત્નીઓ પણ કન્સેપ્ટ સ્વીકારવાની વાત કરે છે આથી તેમના સંબંધો મુશ્કેલીમાં મુકાય છે.

સ્પેસ જેન: ચંદ્રયાન-જિઓ હોટસ્ટાર
ભારતીય અવકાશ સંસ્થા-ઇન્ડિયન સ્પેસ રીસર્સ ઓર્ગેનાઇઝેશનના પડકારો અને સંઘર્ષની વાત કરતી આ સિરીઝમાં ચંદ્રયાન 3 મિશનની કહાની છે, તેમાં વિજ્ઞાનમાં શ્રદ્ધા, કોઈ પણ સ્થિતિમાં ટકી રહેવાની અને સફળ થવાના જુસ્સા અને નિષ્ફળતા પછી ફરી ઊભા થવાની ભાવનાની વાત છે. આ એક રાષ્ટ્રીય સિદ્ધિ પાછળ દેશના સંઘર્ષની ગાથા છે.

ક્વીયર આઈ સીઝન 10-નેટફ્લિક્સ
પાંચ જાણીતા ક્વીયર સેલેબ્ઝ છેલ્લી સીઝન માટે વોશિંગ્ટન ડી.સી.માં પરત આવશે. જેમાં તેઓ પોતાનું મૂલ્ય, પોતાની અલગ ઓળખ અને પરિવર્તનની વાત કરશે. એક દસકા લાંબી સીરિઝના વારસા સાથે કરુણા અને ક્વીયર લોકોના ખુલીને જીવવાના વિષયની વાત દર્શાવતી સિરીઝની આ અંતિમ સીઝન છે.

સ્ટીલ-પ્રાઇમ વીડિયો
લંડનના આર્થિક ક્ષેત્રની વાત કરતી ‘સ્ટીલ’ એક ટેન્સ થ્રિલર કથાનક છે. તે પેન્શન ફંડ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ કઈ રીતે ડિજિટલ લૂટ આચરે છે, તેના ગુના અને તપાસ આધારિત વાર્તા છે. જેમાં જાહેર લોકોના લાખો રૂપિયાનો પ્રશ્ન છે. આ સીરિઝમાં આર્થિક સમાનતા, લાલચ અને મૂલ્યો સાથે સમાધાનની વાત રજૂ કરવામાં આવી છે. જેમાં ગુના અને તપાસની થીમ છે.

LEAVE A REPLY