દેશભક્તિ આધારિત બોર્ડર-2 ફિલ્મ 23 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝ પહેલા તેનું જાણીતું ગીત “સંદેશે આતે હૈં” રિલીઝ થઈ ગયું છે, જેના કારણે બોર્ડર સીરિઝની પ્રથમ ફિલ્મની યાદો તાજા થઈ ગઈ છે. આ ફિલ્મમાં પીઢ અભિનેતા સની દેઓલ તેની ફીના કારણે વધુ ચર્ચામાં છે. મીડિયા રીપોર્ટ મુજબ, અનુરાગ સિંહ દિગ્દર્શિત આ ‘બોર્ડર 2’ ફિલ્મ માટે સૌથી વધુ સની દેઓલે ફી લીધી છે.
સની દેઓલે રૂ. 50 કરોડની ફી લીધી હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ પણ એક નવા આકર્ષણ તરીકે જોવા મળશે. દિલજીતે આ ફિલ્મમાં માત્ર મુખ્ય ભૂમિકા જ ભજવી નથી, પરંતુ તેના કેટલાક ગીતોમાં પણ સૂર આપ્યો છે. તેણે આ ફિલ્મ માટે 4થી 5 કરોડની ફી લીધી હોવાનું કહેવાય છે.
આ ફિલ્મમાં વરુણ ધવન પણ છે. વરુણે આ ફિલ્મમાં કામ માટે 8થી 10 કરોડની ફી લીધી છે. જોકે, ફિલ્મના કોઈપણ કલાકારની ફી અંગે નિર્માતા કે અન્ય સંબંધિત વ્યક્તિ દ્વારા કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી પણ આ ફિલ્મમાં છે. જોકે, તેની ફી અંગે હજુ સુધી કોઈ અધિકૃત માહિતી જાહેર કરવામાં આવી નથી.













