ભારત અને શ્રીલંકામાં સંયુક્ત પણે 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ માટે મોનાંક પટેલના નેતૃત્વ હેઠળની અમેરિકાની ક્રિકેટ ટીમની 30 જાન્યુઆરીએ જાહેરાત કરાઈ હતી. અગાઉની આ ટુર્નામેન્ટમાં રમેલા 15માંથી 10 ખેલાડીઓને નવી ટીમમાં સ્થાન અપાયું છે.
મુંબઈમાં ટુર્નામેન્ટની પ્રારંભિક મેચમાં યુએસએનો સામનો સહ-યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત સામે થશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ગયા વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ ICC સભ્યપદ માપદંડોના ગંભીર ઉલ્લંઘનને કારણે યુએસએ ક્રિકેટને સસ્પેન્ડ કર્યું હતું. તેથી ICC અને યુએસ ઓલિમ્પિક એન્ડ પેરાલિમ્પિક સમિતિ (USOPC)એ તૈયાર કરેલી નવી પસંદગી પ્રક્રિયા હેઠળ ટીમમાં ખેલાડીઓની પસંદગી કરાઈ હતી. આવી પસંદગી પ્રક્રિયાનો હેતુ પારદર્શકતા જાળવવાનો અને અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા માટે શ્રેષ્ઠ લાયક ખેલાડીઓની ઓળખ અને પસંદગી કરવાનો છે.
અમેરિકાએ ગયા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું ચમત્કાર સર્જ્યો હતો. ટીમે સુપર એઇટમાં પણ સ્થાન મેળવ્યું હતું.
ટીમઃ
મોનાંક પટેલ (કેપ્ટન), જેસી સિંઘ (વીસી), એન્ડ્રીસ ગોસ, શેહાન જયસૂર્યા, મિલિંદ કુમાર, શયાન જહાંગીર, સૈતેજા મુક્કામાલા, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, નોથુશ કેંજીગે, શેડલી વાન શાલ્કવિક, સૌરભ નેત્રાવલકર, અલી ખાન, મોહમ્મદ મોહસીન, શુભમ રંજન













