
યુકેના મિડલેન્ડ્સના યુગાન્ડાના માનદ કોન્સ્યુલ જનરલ જાફર કાપસી, OBEએ 2026ની સામાન્ય ચૂંટણી પછી રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીને સાતમા કાર્યકાળ માટે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવી આ પરિણામને મુસેવેનીના નેતૃત્વમાં “વિશ્વાસનો મજબૂત મત” અને સ્થિરતા અને પ્રગતિ પ્રત્યે યુગાન્ડાની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાની પુષ્ટિ તરીકે વર્ણવ્યું હતું.
એક નિવેદનમાં, કાપસીએ શાંતિ, એકતા અને આર્થિક સુધારણાને પ્રોત્સાહન આપવામાં રાષ્ટ્રપતિની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. 1972માં ઇદી અમીનના શાસન હેઠળ એશિયનોના દેશનિકાલ પછી યુગાન્ડાના નાટકીય પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. આજે GDP માં દેશ લગભગ છ ટકાનો સ્થિર વિકાસ ધરાવે છે, જે સ્થિતિસ્થાપકતા અને વ્યૂહાત્મક નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે.
કાપસીએ સમાવિષ્ટ વિકાસ અને રોજગાર સર્જન માટે તેલ અને ગેસ, સોનાની ખાણકામ અને કૃષિ જેવા ક્ષેત્રોના મહત્વ પર ભાર મૂક્યો હતો અને યુગાન્ડાના વિકાસને ટેકો આપવા માટે ડાયસ્પોરાની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપી હતી.
સત્તાવાર પરિણામો દર્શાવે છે કે મુસેવેનીએ 71.65% મતો સાથે જીત મેળવીને વિપક્ષી નેતા રોબર્ટ ક્યાગુલાનીને હરાવ્યા હતા.












