અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 24મી ફેબુ્રઆરીએ તેમના સૌપ્રથમ ભારત પ્રવાસ પહેલાં ટ્રેડ ડીલ અંગે સકારાત્મક સંકેત આપ્યા છે, પરંતુ આ પહેલાં અમેરિકાએ ભારતને એવો ફટકો પહોંચાડયો છે કે તેનાથી દેશની નિકાસ પર ગંભીર અસર પડી શકે છે. હકીકતમાં અમેરિકાએ ભારતને વેપારની દૃષ્ટિએ ‘વિકાસશીલ દેશો’ની યાદીમાંથી બહાર કરી દીધું છે. તેનો આૃર્થ એ છે કે ભારત હવે એ વિશેષ દેશોમાં નહીં રહે, જેમની નિકાસને સીવીડી તપાસમાંથી છૂટ મળે છે.
અમેરિકાના વેપાર પ્રતિનિિધ (યુએસટીઆર)એ આ સપ્તાહે ભારતને વિકાસશીલ દેશોની યાદીમાંથી બહાર કરી દીધું છે. તેનો આૃર્થ એ છે કે ભારત હવે એવા વિશેષ દેશોમાં નહીં રહે, જેમની નિકાસને કાઉન્ટરવેલિંગ ડયુટી (સીવીડી) તપાસમાંથી રાહત મળે છે. સીવીડી હેઠળ નિકાસકાર દેશો અયોગ્ય સબસિડીવાળી નિકાસથી અમેરિકન ઉદ્યોગોને નુકસાન નથી પહોંચાડી રહ્યાને તેની તપાસ કરવામાં આવે છે.
આ યાદીમાંથી ભારત ઉપરાંત બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, હોંગકોંગ, દક્ષિણ આફ્રિકા અને આર્જેન્ટિનાને પણ બહાર કરી દેવાયા છે. જોકે, અમેરિકન તંત્રનું કહેવું છે કે આ યાદી 1998માં બનાવાઈ હતી અને હવે તે અપ્રાસંગિક થઈ ગઈ છે.
ભારતને વિકાસશીલ દેશોની યાદીમાંથી બહાર કાઢવાનું સૌથી મોટું નુકસાન એ છે કે અમેરિકા માટે અત્યંત જરૂરી નફાવાળી જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ (જીએસપી) યાદીમાં ફેરફારથી આ યાદીમાં સામેલ થવાની ભારતની આશાઓ પર પાણી ફરી ગયું છે. અનેક પ્રકારના ફાયદાવાળી આ યાદીમાં માત્ર વિકાસશીલ દેશોને રાખવામાં આવે છે.
એટલે કે અમેરિકાએ ખૂબ જ હોંશિયારીથી ભારતનો આ યાદીમાં સામેલ થવાના રસ્તા જ બંધ કરી દીધા છે. ગયા વર્ષે અમેરિકાએ ભારતને આ યાદીમાંથી બહાર કર્યું ત્યારે ભારતે એવી દલીલ કરી હતી કે જીએસપીના લાભ બધા વિકાસશીલ દેશોને કોઈપણ લેવડદેવડની શરત વિના મળવા જોઈએ અને તેનો ઉપયોગ અમેરિકા તેના વ્યાપારિક હિતોને આગળ વધારવા કરી શકે નહીં.
જોકે, અમેરિકાનું કહેવું છે કે ભારત હવે જી-20નું સભ્ય બની ગયું છે અને દુનિયાના વેપારમાં તેનો હિસ્સો 0.5 ટકાથી વધુ થઈ ગયો છે. જે દેશોનો વિશ્વ વેપારમાં 0.5 ટકા આૃથવા તેનાથી વધુનો હિસ્સો હોય છે તેને અમે સીવીડી કાયદાની દૃષ્ટિએ વિકસિત દેશોની શ્રેણીમાં રાખીએ છીએ.
અમેરિકાના આ પગલાંથી ભારતીય ઉત્પાદનોની નિકાસે અનેક પ્રકારના અવરોધોમાંથી પસાર થવું પડશે. કોઈ અમેરિકન ઉદ્યોગ લોબી એવો આરોપ લગાવે કે કોઈ ઉત્પાદન ભારત સરકારની સબસિડીના કારણે અમેરિકન હિતોને નુકસાન કરી રહ્યા છે તો તેની તપાસ શરૂ થશે અને તે વસ્તુની અમેરિકામાં નિકાસ ઠપ્પ થઈ જશે.
અમેરિકાએ 2018-19માં ભારતને 6.35 અબજની નિકાસ વસ્તુઓને જીએસપી હેઠળ મૂકી હતી. જોકે, અમેરિકામાં કુલ ભારતીય નિકાસ 51.4 અબજ ડોલર થઈ હતી, પરંતુ જીએસપી ખતમ થવાથી ભારતના જ્વેલરી, લેધર, ફાર્મા, કેમિકલ અને કૃષિ ઉત્પાદનોની નિકાસમાં મુશ્કેલી ઊભી થશે.