24મી ફેબુ્રઆરીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સાથે ભારત આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે ભારતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, દિવાલો બનાવવામાં આવી રહી છે. આ સિૃથતિ વચ્ચે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કેન્દ્રની મોદી સરકારને એવો સંદેશો આપ્યો છે કે અમે ભારત સાથે ત્યારે જ વ્યાપાર સમજૂતી કરી શકીએ જ્યારે પહેલા અમેરિકાનું હિત જળવાય.
આ સાથે જ ટ્રમ્પે ટીકા કરતા પણ કહ્યું હતું કે ભારત વ્યાપાર મુદ્દે અમેરિકાને બહુ માઠી અસર કરી રહ્યું છે. અમેરિકાની વસ્તુઓની ભારતમાં આયાત પરની ડયૂટી વધારી દેવામાં આવી છે. આ જ પ્રકારનું પગલુ અમેરિકાએ ભારતીય વસ્તુઓને લઇને લીધુ છે.
જોકે અમેરિકાના પ્રમુખનું કહેવુ છે કે હું ભારત આવું ત્યારે સરકાર સાથે વાતચીત કરી શકું છું અને આ વધારાના ટેરિફ હટાવવા માગણી કરી શકું છું. જોકે સાથે તેમણે ટીકા કરતા કહ્યું હતું કે ભારત વ્યાપાર મુદ્દે અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યું છે. હું મોદીને વિનંતી કરીશ કે ભારતમાં અમેરિકી વસ્તુઓનું વેચાણ વધે તે દિશામાં પ્રોત્સાહિત કામ કરે.
અમેરિકાના કોલોરાડોમાં એક રેલીને સંબોધતી વેળાએ ટ્રમ્પે કહ્યું હતું કે આગામી દિવસોમાં હું ભારત જઇ રહ્યો છું મારૂ ભવ્ય સ્વાગત કરવા લાખો લોકો તૈયાર છે, આ મુલાકાત દરમિયાન વ્યાપાર સંબંધી વાતચીત કરીશું, ઘણા વર્ષોથી ભારત વ્યાપાર મુદ્દે અમેરિકાને અસર પહોંચાડી રહ્યું છે.
મારી અને મોદીની વચ્ચે વાતચીત થશે, આ વાતચીત વ્યાપાર સંબંધી પણ હશે, ભારતે સૌથી ઉંચા ટેરિફ અમેરિકાની વસ્તુઓ પર નાખ્યા છે. ટ્રમ્પે એવા સંકેતો આપ્યા હતા કે ભારત અને અમેરિકાની વચ્ચે વ્યાપાર સમજૂતી માટે વાતચીત શક્ય છે પણ તેમાં અમેરિકાનું હિત પહેલા જળવાવું જરૂરી છે.
ટ્રમ્પની આ વાતો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ જ્યારે નરેન્દ્ર મોદીને મળશે ત્યારે ભારત અમેરિકી વસ્તુઓ પરના ટેરિફ ઓછા કરે તે વ્યાપાર મુદ્દે જે પણ વાતચીત થશે તેનો મુખ્ય મુદ્દો બની રહેશે. ટ્રમ્પે એવા પણ સંકેતો આપ્યા હતા કે જો આ મુલાકાત દરમિયાન ભારત સાથે થનારી વાટાઘાટોનો નિકાલ ન આવે તો અમેરિકાની ચૂંટણી બાદ પણ આમ થઇ શકે છે તેથી અમે હાલ ડીલ ન થાય તો ધીમા ચાલવા માટે પણ તૈયાર છીએ.
સ્વદેશી ઉત્પાદન વાળી વસ્તુઓનું ભારતમાં વેચારણ થાય અને તેનાથી દેશને આિર્થક ફાયદો થાય તે હેતુથી ભારતે અમેરિકાની વસ્તુઓને ભારતમાં આવતી અટકાવવાના પ્રયાસો કર્યા હતા અને તે માટે જ આયાત ડયુટી વધારી દેવામાં આવી હતી. આ પગલાથી અમેરિકાને નુકસાન થઇ રહ્યું છે તેવી દલીલો ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત દરમિયાન કરશે. આ સાથે અમેરિકાના રાષ્ટ્રીય હિતોને જરા પણ આંચ ન આવે તેવી કોઈ પણ વ્યાપારી સંિધ ભારત સાથે કરવાની પણ ટ્રમ્પે આડકતરી તૈયારી બતાવી છે.