કોરોના વાઈરસને વધુ ફેલાવતા અટકાવવા માટે ઇરાને જેલમા રહેલા કેદીઓને શરતી જામીન પર છોડ્યા હતા. જેને લઇને અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ખોટી રીતે ધરપકડ કરાયેલા કેદીઓને છોડવા માટે કહ્યુ છે. અમેરિકાએ ઇરાનને ચેતવણી પણ આપી છે કે, જો કોરોના વાઇરસથી કોઇપણ અમેરિકન કેદીની મોત નીપજ્યુ તો ઈરાન તેના માટે જવાબદાર હશે.
પોમ્પિયોએ વધુમા જણાવ્યુ કે, આ બાબતે અમે કાનૂની કાર્યવાહી જ કરીશુ. કોરોના વાઈરસ ઈરાનની જેલમા ફેલાઈ ગયો છે. જે ખૂબ દુ:ખદ વાત છે. એવામા જેલમાથી બધા જ અમેરિકાના કેદીઓને પૂર્ણ રૂપે અને તાત્કાલિક ધોરણે છુટ્ટા કરવામા આવે.
સૂત્રો અનુસાર, લગભગ 4 અમેરિકન ઈરાનની જેલમા છે, જ્યાં 8,000થી વધારે લોકો કોરોનાથી સંક્રમિત અને 300 લોકોની મોત થઇ ગયા છે. ઇરાનની કોર્ટેકોરોના વાઈરસના કારણે કેટલાય કેદીઓને જેલમાથી છુટ્ટા કરવા માટેના આદેશ આપ્યા છે.
ઈરાને પોતાના હજારો કેદીઓની બેચને માફી આપવી અને દયા દાખવવાની વાતનુ પ્રદર્શન કર્યુ છે. ખોટી રીતે ધરપકડ કરાયેલ વિદેશી નાગરીકોને છુટ્ટા કરવામા આવે. આ સુચન શાસનની માફી આપવાની શક્તિની અંદર રહેલુ છે. અમેરિકા ત્યાં સુધી શાંતિથી નહીં બેસે જ્યાં સુધી ખોટી રીતે ધરપકડ કરાયેલા અમેરિકન નાગરિકોને ઘરે પરત મોકલવામા આવશે નહી.