ગલ્ફ દેશોમાં ચેપગ્રસ્તોનો આંકડો બે લાખને વટાવી ગયો છે. સાઉદી અરબમાં સૌથી વધે 78,541 કેસ સામે આવ્યા છે. જોકે 425 લોકો મૃત્યુ પામ્યા છે. સાઉદીમાં સરકારે પ્રતિબંધોમાં રાહત આપવાની પણ શરૂઆત કરી છે. ગલ્ફ દેશોમાં કુવૈત, કતાર, બહેરીન, ઓમાન, યુએઈ જેવા દેશો સામેલ છે.
મક્કામાં કર્ફ્યૂ ખતમ કરવાનો નિર્ણય 21 જૂનથી લાગુ થશે. આ પગલાંથી સ્પષ્ટ છે કે હજયાત્રા વધતાં કોરોના કેસ વચ્ચે હજુ પણ કદાચ પડતી મુકાઈ શકે. સાઉદી પ્રેસ એજન્સીએ જણાવ્યું કે 31 મેના બાદથી કર્ફ્યૂ ખતમ કરી દેવાશે. જોકે હજુ પણ ઉમરાહ-હજની મંજૂરી નહીં મળે. મક્કામાં 21 જૂન સુધી 24 કલાક કર્ફ્યૂ રહેશે. બીજી બાજુ સાઉદી અરબે હજ પર જનારા તીર્થયાત્રીઓને કહ્યું છે કે તેઓ બુકિંગ કરાવવામાં ઉતાવળ ન કરે કેમ કે કોરોનાના કારણે અનિશ્ચિતતા યથાવત્ છે.