કોવિડ -19 ના પ્રસાર પર નજર રાખવા અને તેને ટ્રેક કરવા માટેની સ્માર્ટફોન એપ્લિકેશન ક્યારેય પણ લોકો સુધી પહોંચી શકશે નહીં અને પોતાનું ખુદનું સંસ્કરણ બનાવવાનો ત્રણ મહિનાનો પ્રયાસ છોડી દીધો હતો એવી મિનીસ્ટર્સે કબુલાત કરી હતી.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જાહેરાત કરી હતી કે ‘’સરકાર એપલ અને ગૂગલ ટેકનોલોજીથી વિકસિત એક એપ્લિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેની કોરોનાવાયરસ સંપર્ક-ટ્રેસીંગ એપ્લિકેશનને રદ કરી રહી છે. કરવામાં આવેલા પરીક્ષણોમાં સંભવિત એપ્લિકેશનોમાંથી કોઈ પણ જાહેરમાં ઉપયોગમાં લેવાય તેટલું સચોટ નથી. સત્ય એ છે કે કોઈ પણ એપ્લિકેશન ખરાબ એપ્લિકેશન કરતા વધુ સારી નથી.”
સ્કૂલ સ્ટાન્ડર્ડ મિનીસ્ટર નિક ગિબ્બે જણાવ્યું હતું કે ‘’એવી સિસ્ટમને આગળ લઇ જવાનો કોઈ અર્થ નથી જે પછીથી નિષ્ફળ જાય. અમે ટ્રેક એન્ડ ટ્રેસ માટેની મહત્વાકાંક્ષી યોજનાઓ રાખવા માંગીએ છીએ. પરંતુ તેનું યોગ્ય પરીક્ષણ કરવું પડશે.”
હેનકોકે કહ્યું હતું કે એપલ અને ગુગલ ટેકનોલોજી સાથે વિકસિત સંસ્કરણ સામે એનએચએસ એપ્લિકેશનની હેડ-ટુ-હેડ પરીક્ષણથી બંને સંસ્કરણોમાં ભૂલો બહાર આવી છે. એનએચએસ સોફટવેરએ નજીકના એન્ડ્રોઇડ હેન્ડસેટ્સનો લગભગ 75 ટકા નોંધ કર્યો છે, પરંતુ ફક્ત 4 ટકા આઇફોન છે.
એપલનું મોડેલ સરકારના એનએચએસએક્સ મોડેલ કરતા અંતર માપવામાં ઓછું સચોટ હતું. “આ દાવાઓ શું છે તે સમજવું મુશ્કેલ છે કેમ કે તેઓએ અમારી સાથે વાત કરી નથી. પરંતુ આ એપ્લિકેશનને જર્મનીમાં 24 કલાકમાં છ મિલિયન લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. ઇટાલિયન લોકોએ સોમવારથી તેને ચાલુ રાખી હતી, ડચ સરકાર અને આઇરિશ સરકાર પાસે તે છે.”