મધ્યપૂર્વની સૌથી મોટી એરલાઇન એમિરેટ્સ તેના કસ્ટમરોમાં “ટ્રાવેલ કોન્ફીડન્સ” વધારવા કોરોના સંબંધિત ખર્ચનું વીમા કવર ઓફર કરશે.સંયુક્ત આરબ અમીરાતથી વિશ્વભરમાં આવનજાવન કરનારા પ્રવાસીઓને કોરોના સંબંધિત ખર્ચની વીમા સુરક્ષા મફત અપાશે. 270 વિમાનોનો કાફલો ધરાવતી દુબઇ સ્થિત એરલાઇન્સના ઉડ્ડયનો માર્ચના અંત ભાગથી બંધ છે.
ટુંક સમયમાં ઉડ્ડયનો ફરી શરૂઆત કરનારી એમિરેટ્સ એરલાઇન્સ ઓગસ્ટના મધ્ય સુધીમાં 58 શહેરોના ઉડ્ડયનો શરૂ કરવાની યોજના ધરાવે છે. કોરોના કટોકટી પૂર્વે 150 શહેરોમાં એમિરેટ્સના ઉડ્ડયનો સેવારત હતા.અબુધાબી અને દુબઇ સહિત સાત અમીરાતના જોડાણ હેઠળની સંયુક્ત આરબ અમીરાતે પહેલી ઓગષ્ટથી અમીરાતમાં આવનારા અને બહાર જનારા પ્રવાસીઓનાં ટેસ્ટીંગ ફરજિયાત બનાવ્યા બાદ એમિરેટ્સ એરલાઇન્સે કોરોના સંબંધિત ખર્ચની વીમા સુરક્ષા આપી છે.
એમિરેટ્સ ગ્રુપના અધયક્ષ શેખ અહમદ બિન સઇદ અલ મકતુમે જણાવ્યું હતું કે જે પ્રવાસીને કોરોના નિદાન થાય તે પ્રવાસી કોરોના સારવાર ખર્ચ પેટે 1.50 લાખ યુરો (1.73 લાખ ડોલર) અને ક્વોરન્ટાઇન ખર્ચ પેટે પ્રતિનિદિન દરરોજના 100 યુરોના દરે 14 દિવસનો ખર્ચ અને કોરોના સંબંધિત વીમા સુરક્ષાની પોલીસી 30 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.
ટીમે ઉમેર્યું હતું કે, એરલાઇન તેના 15 ટકા સ્ટાફને લે ઓફ આપી શકે છે. કોરોના મહામારી પૂર્વે એમિરેટ્સ એરલાઇન્સમાં 4300 પાઈલોટ અને 22,000 કેબિન ક્રૂ સહિત 60,000 જેટલા કર્મચારીઓ કાર્યરત હતા. માર્ચમાં પૂરા થતા વર્ષમાં એરલાઇન્સના નફામાં 21 ટકા વધારો થયો હતો.