બ્રિટિશ રાજકારણી અને કન્ઝર્વેટિવ પાર્ટીના પીઅર લોર્ડ મોહમ્મદ શેખે યુકેની અગ્રણી અખબાર કંપની એસોસિએટેડ ન્યુઝપેપર્સ સામે કેસ જીતતા 30 જુલાઈના રોજ ‘મેઇલ ઑનલાઇન’ના પ્રકાશકોએ એક લેખમાં લોર્ડ શેખની માફી માંગી હતી. તે અગાઉ તેમણે લોર્ડ શેખને “ઇસ્લામાસ્ટ, નફરત કરનારા અને હોલોકોસ્ટને નકારતા લોકો” સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો.
ઑગસ્ટ 2018માં મેઇલ ઑનલાઈનમાં એક લેખ પ્રસિધ્ધ થયો હતો જેમાં 2014માં ટ્યુનિશિયામાં એક સંમેલનમાં લોર્ડ શેખની હાજરી પર કેન્દ્રિત હતો, જેમાં જેરેમી કોર્બીને રેથ મૂકી હતી.
લોર્ડ શેખે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “બદનક્ષી કરતી ટીકાઓને ધ્યાનમાં રાખીને મેં એસોસિએટેડ અખબારો સામે કાર્યવાહી કરતા મારો પક્ષ લેવામાં આવ્યો હતો. જજ વાર્બી સમક્ષ કોર્ટમાં જાહેરમાં વાંચવામાં આવેલા નિવેદનમાં તેમણે મારી માફી માંગી હતી.
તે લેખમાં ટ્યુનિશિયન કાર્યક્રમને ‘કોન્ફરન્સ ઓફ હેટ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી અને બે કન્ઝર્વેટિવ સાંસદો, રોબર્ટ હાફન અને ઝેક ગોલ્ડસ્મિથે લોર્ડ શેખની હાજરીની તપાસની માંગ કરી હતી. જેને નવેમ્બર 2018માં, કન્ઝર્વેટિવ પાર્ટીની પેનલે ફગાવી દીધી હતી.
ગયા વર્ષે, એસોસિએટેડ ન્યુઝપેપર્સે લોર્ડ શેખને જણાવ્યું હતું કે ‘’તે સ્ટોરી દૂર કરાઈ છે, અને પેપરમાં ખુલાસો કરવાની, માફી માંગવાની અને વળતર સાથે કાનૂની ખર્ચ ચૂકવવાની ઓફર કરવામાં આવી હતી જેને લોર્ડ શેખે સ્વીકારી હતી.
લોર્ડ શેખે જણાવ્યું હતું કે “હાઉસ ઑફ લોર્ડ્સમાં પ્રવેશતા પહેલા અને ત્યારથી મેં ઇન્ટર રેસીયલ અને ઇન્ટર ફેઇથની સમજ, સહિષ્ણુતા અને આદરને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કર્યો છે. હું એન્ટિસ્ટિમિઝમની વિરુદ્ધ સર્વપક્ષીય સંસદીય જૂથનો સભ્ય છું અને મેં હંમેશાં એન્ટિસ્ટિમિઝમ વિરુધ્ધ વાત કરી છે. આખરે આ ચોંકાવનારા અને નિરાધાર આક્ષેપોથી મારું નામ સાફ કરવામાં સક્ષમ થતા મને આનંદ થાય છે. મારી કાનૂની ટીમનો હું આભાર માનુ છું.’’