લોકડાઉનનો સૌથી વધુ મોટો બોજો મહિલાઓ પર પડ્યો છે અને તેમાં પણ ઘરે રહીને કામકાજ કરતા પતિ, બાળકો અને પરિવારજનોના કારણે માતાઓ પર તો ખાસ્સુ દબાણ વધ્યું છે. ઘણી મહિલાઓ લોકડાઉન દરમિયાન ઘરે જોવા મળી હતી અને શાળાઓ બંધ હોવાના કારણે તેમના પર ચાઇલ્ડકેરનો વધારાનો બોજો આવી પડ્યો હતો. બીજી તરફ તેમના પર પોતાની નોકરીની જવાબદારીઓ પણ હતી.
કેમ ગિલ માટે ઓછી ઉંઘની તકલીફ નવી બાબત નથી. દસ વર્ષ પહેલાં પુત્રીને જન્મ આપ્યા પછી, તેની નેપીઝ, પેક લંચ અને બેડટાઇમ બુક્સના ચક્કરમાં તેની તકલીફ વધી ગઇ હતી. તેની દિકરી નર્સરી અને પછી શાળાએ જતી થતા તે મુશ્કેલી હળવી થઈ હતી. પરંતુ કોવિડ-19 આવ્યા પછી તેના પર અઠવાડિયામાં ચાર દિવસની નોકરી અને ઘરે પાછી આવીને વધારાની ચાઇલ્ડકેર, રસોઈ અને સફાઈની જવાબદારી આવી ગઇ હતી. લોકડાઉનથી તમામ નોકરીયાતો માટે હાલત ખરાબ થઈ ગઇ છે. કેટલાકે તેમની નોકરી ગુમાવી છે તો અન્ય લોકો ફર્લો થયા છે અને લઘુમતી સમુદાયે ક્યારેય આટલી મહેનત કરી નથી. કામ કરતી માતાઓ તો તેમાં પણ અંતિમ કેટેગરીમાં આવે છે, પરંતુ વધુ કામનો અર્થ એ નથી કે તેમને ઉંચો પગાર મળે છે.
મહિલાઓએ હંમેશાં અવેતન ઘરકામનો ભાર ઉઠાવ્યો છે. લોકડાઉનનાં પહેલા બે અઠવાડિયામાં તો સ્ત્રીઓ પુરુષની તુલનાએ બાળ સંભાળની 66 ટકા વધારે ફરજ નિભાવી હતી એમ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના અહેવાલમાં જણાવાયું છે. તેમણે બાળકોની સંભાળ માટે દિવસ દીઠ સરેરાશ 3 કલાક 18 મિનિટ પસાર કરી હતી. વધારાની જવાબદારીઓ તેમની નોકરી કરવાની ક્ષમતાને મર્યાદિત કરે છે. માતાઓ નીચા વેતનવાળી, પાર્ટ-ટાઇમ નોકરીઓમાં વધુ પ્રતિનિધિત્વ કરે છે, જેમાં રોગચાળાના પ્રથમ 11 અઠવાડિયામાં 70 ટકાનો ઘટાડો થયો છે. જો કે પુરૂષો પણ હવે અવેતન ઘરકામ માટે દરરોજ 22 મિનિટ વધારે આપે છે.
લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સના એકેડેમિક્સે નોંધ્યું છે કે યુકેમાં 63 ટકા પિતા રોગચાળાને કારણે ઘરે હતા. તેમાંથી ત્રીજા ભાગના એવી મહિલાઓ સાથે રહેતા હતા કે જેમણે લાંબા સમય સુધી નિર્ણાયક ક્ષેત્રોમાં કામ કર્યું હતું. પત્ની કામે જતી હતી ત્યારે ત્યારે પુરૂષોએ વધુ ઘરેલું ફરજો સંભાળી હોવાની સંભાવના છે.