ગુરૂવાર, 17 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 70મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે વહેલી સવારથી જ દેશ અને વિદેશમાંથી વડાપ્રધાનને શુભેચ્છાઓ મળવાની ચાલુ થઇ ગઇ હતી.રશિયાના પ્રેસિડન્ટ વ્હાદિમિર પુટિન, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલ, નેપાળના વડાપ્રધાન કે કેપી શર્મા ઓલી, ભુતાનના વડાપ્રધાન લોટાય ત્સેરિંગ સહિતના વૈશ્વિક નેતાઓએ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન વિશ્વના અનેક નેતાઓએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમણે નાની ઉંમરમાં જ રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનો પરિવાર છોડી દીધો હતો અને આરએસએસ સાથે જોડાઈ ગયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ પદો પર કામ કર્યા બાદ નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા અને 2014 સુધી તેમણે ગુજરાતનું નેતૃત્વ કર્યું હતું. 2014 બાદ લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને તેઓ દેશના વડાપ્રધાન બન્યા હતા.