પ્રિયંકા ચોપરા ૨૦૨૧માં યોજાનારા ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થવાની છે ? તે પ્રશ્ર મીડિયામાં ફરી રહ્યો છે. પ્રિયંકાની મેટ્રિકસ, ધ વ્હાઇટ ટાઇગર થી સિટાડેલ સુધીની બેક-ટુ હેક ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. જેમાંથી નેટફિલ્કસ પર ધ વ્હાઇટ ટાઇગરના બેસ્ટ-સપોર્ટિંગ રોલ એકટ્રેસ તરીકે તેને ઓસ્કાર નોમિનેશન મલે તેવી આશા છે.
હાલમાં જ ઓસ્કાર એવોર્ડને લઇને મળેલી માહિતી અનુસાર પ્રિયંકાને બેસ્ટ સપોર્ટિંગ રોલની યદીમાં સમાવવામાં આવી છે.આ યાદીમાં પ્રિયંકાનું નામ મેરિલ સ્ટ્રિપ, નતાશા લિયોન અને મરે વિન્નિંઘમ જેવા અન્ય હોલીવૂડ સ્ટાર્સ સાથે બોલાઇ રહ્યું છે.
પ્રિયંકા ચોપરાનું આ નેટફિલ્કસ ડ્રામા રામિન બહરાની દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મ અરવિંદ અડિગાના આ જ નામની નવલકથા પરથી બની છે. જેમાં એક ગરીબ ભારતીય ડ્રાઇવરની જીંદગીની સફરને દર્શાવામાં આવી છે. આ ફિલ્મની રિલીઝ ડેટની હજી ઘોષણા કરવામાં આવી નથી.
ગયા વરસના ડિસેમ્બરમાં પ્રિયંકાએ ફિલ્મનું શૂટિંગ પુરુ થયું હોવાની ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પરથી જાણકારી આપી હતી. પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, શુટિંગ પુરુ થયું છે, હું બહુ થાકી ગઇ છું પરંતુ ખૂબ ખુશ અને ઉત્સાહિત છું અને વેકેશન પર જવાનો વિચાર કરી રહી છું.