(istockphoto.com)

ભારતમાં અર્થતંત્રમાં રિકવરીના સંકેત મળ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરી બાદ પહેલી વખત ઓક્ટોબરમાં કુલ જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાને પાર થયું છે. ઓક્ટોબર 2020માં જીએસટીની કુલ આવક 1,05,155 કરોડ રૂપિયાના રહી હતી. તેમાંથી 19193 કરોડ રૂપિયા સીજીએસટી, 25411 કરોડ રૂપિયા એસજીએસટી અને 52540 કરોડ રૂપિયા આઈજીએસટીના છે. IGSTમાં 23375 કરોડ રૂપિયા વસ્તુઓના આયાત પર વસુલ કરવામાં આવ્યો છે.

સેસના રૂપે 8011 કરોડ રૂપિયાની વસુલી કરાઈ છે. જેમાં 932 કરોડ રૂપિયા ઈમ્પોર્ટ્ડ ગુડ્સ પર લગાવવામાં આવેલા સેસમાંથી વસુલ કરવામાં આવ્યાં છે. ગયા વર્ષે ઓક્ટોબરની તુલનામાં આ વર્ષે ઓક્ટોબરમાં કુલ જીએસટી રેવન્યુમાં 10 ટકાનો વધારો થયો છે.
અર્થવ્યવસ્થા હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે. ઓક્ટોબર 2020માં મહારાષ્ટ્રમાં જીએસટી કલેક્શન સૌથી વધારે 15799 કરોડ રૂપિયા રહ્યું છે. જે બાદ કર્ણાટકમાંથી 6998 કરોડ રૂપિયા, તામિલનાડુમાં 6901 કરોડ રૂપિયા અને યુપીમાં 5471 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન કરવામાં આવ્યું છે.