ડોમિનિક કમિંગ્સ અને લી કેઈન 10 ડાઉનીંગ સ્ટ્રીટમાંથી બહાર નીકળ્યા પછી આગામી વર્ષના પ્રારંભે વડાપ્રધાન બોરિસ જ્હોન્સન તેમની સરકારમાં ફેરબદલ કરશે ત્યારે પૂર્વ ચાન્સેલર સાજીદ જાવિદ બોરીસ જ્હોન્સનની નવી ટીમમાં ચીફ ઓફ સ્ટાફ તરીકેની અગ્રેસર ભૂમિકા ભજવનાર અગ્રણી તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે કેબિનેટ ઓફિસ મિનીસ્ટર માઇકલ ગોવને હેલ્થ સેક્રેટરીનું પદ સંભાળવાની સૂચના આપવામાં આવશે. જુલાઈ 2018 થી હેલ્થ સેક્રેટરી તરીકે સેવા આપતા મેટ હેનકોકને ગેવિન વિલિયમસનને સ્થાને એજ્યુકેશન સેક્રેટરી બનાવાશે એમ મનાય છે.
સાંસદો માને છે કે મિસ્ટર જાવિદ પાસે તેમના હોદ્દાને અનુકુળ, યોગ્ય અને ઉચ્ચ-સ્તરની કુશળતાઓ છે અને તેઓ વધુને વધુ ઉગ્ર બેકબેન્ચર્સને વડા પ્રધાનની યોજનાઓ સમજાવવામાં મદદ કરી શકે છે. તેઓ વડા પ્રધાનની મંગેતર કેરી સાયમન્ડ્સની પણ નજીક છે. 2016થી 2018 દરમિયાન જાવીદ હાઉસિંગ સેક્રેટરી હતી ત્યારે મીસ સાયમન્ડ્સે ખાસ સલાહકાર તરીકે ઘણા મહિનાઓ સુધી તેમના માટે કામ કર્યું હતું. ગયા ઑક્ટોબરમાં સુશ્રી સાયમન્ડ્સે જાવીદ અને વડા પ્રધાન વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું.
બીજી તરફ નંબર 10ના કાયદાકીય બાબતોના ડિરેક્ટર, નિક્કી દા કોસ્ટાને ચિફ ઓફ સ્ટાફ બનાવવામાં આવે તેવી શકયતાઓ છે. પક્ષની તમામ પાંખ દ્વારા અને વ્હાઇટહોલમાં તેમના પ્રતિ વિશ્વાસ અને આદર ધરાવવામાં આવે છે અને રાજકારણની બહારના વિશ્વનો અનુભવ ધરાવે છે.”