અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં જો બિડેનને આશરે 12,000 મતથી જ્યોર્જિયામાં વિજય મેળવ્યા બાદ ટ્રમ્પ કેમ્પેઇને રાજ્યમાં ફરી મતગણતરીની માગણી કરતી પિટિશન ફાઇલ કરી છે. જ્યોર્જિયા રાજ્યમાં રિપબ્લિકન્સનો ગઢ ગણાય છે અને બિડેનના વિજયથી ટ્રમ્પની ટીમ નિરાશ થઈ છે. 1992 પછી પ્રથમ વખત જ્યોર્જિયામાં વિજય મળ્યો હોય તેવા બિડેન પ્રથમ ડેમોક્રેટ છે.
જ્યોર્જિયામાં છેલ્લે 1992માં ડેમોક્રેટ ઉમેદવાર બિલ ક્લિન્ટનનો વિજય થયો હતો. રાજ્યમાં ફરી મતગણતરી થશે તો હાથથી ગણવામાં આવેલા પાંચ મિલિયન વોટનું રિ-સ્કેન થશે. ટ્રમ્પ કેમ્પેઇનને શનિવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે જ્યોર્જિયા સ્ટેટ લો અને યુએસ બંધારણના દરેક પાસાંનું પાલન થાય જેથી દરેક કાનૂનીની વોટની ગણતરી થઈ શકે છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ અને તેમની કેમ્પેઇન જ્યોર્જિયામાં પ્રમાણિક ફેરગણતરીની માગણી કરે છે.