અરુણાચલપ્રદેશમાં જનતા દળ યુનાઈટેડ (JDU)ના 6 ધારાસભ્યો શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ જતા બિહારના રાજકારણ પર તેની અસર જોવા મળે તેવી શક્યતા ઊભી થઈ છે. બિહારમાં હાલ જેડીયુ અને ભાજપની ગઠબંધન સરકાર છે.
અરુણાચલ પ્રદેશમાં નીતિશ કુમારની JDUના સાત ધારાસભ્યો હતો અને તેમાંથી છ ભાજપમાં જોડાયા છે. આ ત્રીજી વખત છે કે જ્યારે BJPએ સીધી રીતે JDUને ઝાટકો આપ્યો હોય તેવી આ ત્રીજી ઘટના છે. આ અગાઉ પણ 2019થી લઈ 2020 સુધી કેન્દ્ર, બિહાર અને હવે અરુણાચલ પ્રદેશમાં JDUને નુકસાનનો સામનો કરવો પડ્યો છે.અરુણાચલ વિધાનસભામાં JDU બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ હતો. પ્રદેશ પ્રભારી અશફાક અહેમદ ખાને જણાવ્યું હતું કે છ પૈકી ત્રણ ધારાસભ્ય અગાઉથી કાર્યવાહી કરવામાં આવી હતી.