
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાત સહિત છ રાજ્યોમાં ચૂંટણી લડવાની ગુરુવારે જાહેરાત કરી હતી. આદ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને નક્કી કરવામાં આવ્યું હતું કે, આગામી બે વર્ષમાં દેશમાં યોજાનારી છ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી ભાગ લેશે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, પંજાબ, ગોવામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતરશે.












