સરકારી બેંકોનાં ખાનગીકરણનાં વિરોધમાં 15થી 16 માર્ચનાં દિવસે બેંક કર્મચારીઓ હડતાલ પર રહેશે. કર્મચારીઓની હડતાલને પગલે બેન્કિંગ વ્યવહાર ખોરવાઈ જવાની શક્યતા છે. બેંક યુનિયન્સે જણાવ્યું હતું કે હડતાલથી દેશભરનાં 10 લાખથી પણ વધુ કર્માચારીઓ જોડાશે. આ હડતાલમાં જાહેર ક્ષેત્રની સાથે-સાથે ગ્રામીણ બેંકો પણ સામેલ થશે.
બેંક યુનિયનનાં કેન્દ્રિય સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે આ હડતાળની જાહેરાત કરી હતી. જો કે 15 અને 16 માર્ચે હડતાલથી કામકાજ પર ઓછી અસર પડશે કેમ કે હડતાળ દરમિયાન ટ્રાન્ઝેક્સનનાં અન્ય વિકલ્પો પણ ગ્રાહકો સામે હશે. ગ્રાહકો 15 અને 16 માર્ચે બ્રાન્ચમાં ગયા સિવાય પણ યુપીઆઇ પેમેન્ટ સર્વિસ દ્રારા પણ ટ્રાન્ઝેક્સન કરી શકે છે. તે જ પ્રકારે નેટ બેંકિંગ અને ATM નો ઉપયોગ કરી શકે છે.
કેન્દ્રીય બજેટમાં આઇડીબીઆઇ ઉપરાંત અન્ય બે સરકારી બેંકોનાં ખાનગીકરણની જાહેરાત કરવામાં આવી હતી, જેનો બેંકોનાં કર્મચારી યુનિયન સતત વિરોધ કરી રહ્યા છે, જે હવે હડતાળનું સ્વરૂપ લઇ રહ્યું છે.