બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકા કોરોનાવાયરસ રસી લીધા બાદ કુલ 168 લોકો દુર્લભ કહી શકાય તેવી લોહી ગંઠાઇ જવાની (થ્રોમ્બોએમ્બોલિક ઇવેન્ટ્સ) તકલીફનો ભોગ બન્યા છે. જે પૈકી 32 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું યુકેના મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ)એ જણાવ્યું હતું.  આ આંકડા તા. 14 એપ્રિલ સુધીના હતા.

નવીનતમ સારાંશ મુજબ 168 કેસોમાંથી, સેરેબ્રલ વેઇન્સ સાઇનસ થ્રોમ્બોસિસ (મગજમાં સીવીએસટી અથવા લોહી ગંઠાઈ જવા)ના 77 કેસો નોંધાયા હતા અને દર્દીની સરેરાશ વય 47 વર્ષની હતી. ઓછી 91 કેસોમાં થ્રોમ્બોસાયટોપેનિઆ – ઓછા પ્લેટલેટ કાઉન્ટ – સાથે સરેરાશ 55 વર્ષની વય જણાઇ હતી. એકંદરે, રસી લીધા પછી 93 મહિલાઓ અને 75 પુરુષોને લોહી ગંઠાઇ જવાનો સામનો કરવો પડ્યો હતો.