FILE PHOTO: REUTERS/Adnan Abidi//File Photo/File Photo

ભારતમાં કોરોના મહામારીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે અમેરિકાના વ્હાઇટ હાઉસના મુખ્ય મેડિકલ એડવાઇઝર ડો. એન્થની ફૌસીએ એક સારા સમાચાર આપ્યા છે. ફૌસીએ મંગળવારે જણાવ્યું હતું કે ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત ભારતની સ્વદેશી વેક્સીન કોવેક્સિન ઇન્ડિયન ડબલ મ્યુટન્ટ સ્ટ્રેઇન અથવા B.1.617 વેરિયન્ટ સામે અસરકારક હોવાનું સંશોધનમાં બહાર આવ્યું છે.

ડો.ફોસીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે અલગ અલગ દેશના ડેટા પર અભ્યાસ કરી રહ્યા છે.તાજેતરમાં જ અમને ભારતમાં કોવેક્સીન લેનારા લોકોનો ડેટા મળ્યો હતો. જેના અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, આ રસી કોરોના વાયરસના 617 વેરિએન્ટસ પર અસરકારક છે. ભારતમાં જે પ્રકારની મુશ્કેલીઓ આપણે જોઈ રહ્યા છે તેની સામે લડવા માટે રસીકરણ બહુ મોટો ભાગ ભજવી શકે છે.તે એન્ટીડોટની ભૂમિકા ભજવી શકે છે.
તેમણે કહ્યું હતું કે, કોવેક્સીન વાયરસ સામે શરીરની ઈમ્યુન સિસ્ટમને એન્ટી બોડી કેવી રીતે બનાવવા તે શીખવાડે છે. ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને દિલ્હીમાં B.1.617 વેરિટન્ટને કેસ જોવા મળ્યા છે અને દેશભરમાં કોરોનાની બીજી પ્રાણઘાતક લહેર માટે આ વેરિયન્ટને જવાબદાર ગણવામાં આવે છે.