ફેસબુક ઇન્કે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને ઓછામાં ઓછા જાન્યુઆરી 2023 સુધી શુક્રવારે સસ્પેન્ડ કર્યું હતું અને તેની સાઇટ્સના નિયમોનું ભંગ કરતાં વૈશ્વિક નેતાઓ માટે નવા નિયમો જારી કર્યા હતા.
અમેરિકામાં છ જાન્યુઆરી 2021ના રોજ કેપિટોલ હિલ હિંસાના એક દિવસ બાદ ફેસબુકે ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું. ફેસબુકે જણાવ્યું હતું કે આ સસ્પેન્શન પ્રારંભિક બ્લોકની તારીખથી ઓછામાં ઓછા બે વર્ષ સુધી ચાલુ રહેશે અને જાહેર સુરક્ષા સામેનો ખતરો ઘટ્યા પછી જ આ પ્રતિબંધ ઉઠાવવામાં આવશે.
ટ્રમ્પે આ નિર્ણયની ટીકા કરતાં જણાવ્યું હતું કે કંપનીનો નિર્ણય તેમના મતદાતાનું અપમાન છે. ટ્વીટરે ટ્રમ્પને કાયમી ધોરણે પ્રતિબંધિત કરેલા છે. કેપિટોલ હિંસા બાદ યુટ્યુબે પણ આવા નિયંત્રણો મૂકેલા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ફેસબુકનો નિર્ણય 75 મિલિયન લોકો વત્તા 2020ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં અમને મત આપનારા લોકોનું અપમાન છે.
વૈશ્વિક નેતાઓ અંગેની પોતાની નીતિમાં ફેરફાર કરતાં ફેસબૂકે જણાવ્યું હતું કે રાજકીય નેતાઓના પ્રવચનો સહજ રીતે જાહેર હિતમાં હોય તેવી ધારણાને હવે તે દૂર કરશે. કંપની અંગે રાજકીય નેતાઓના હિંસાને ઉત્તેજન આપતા નિવેદનનો પર નજર રાખશે. જોકે ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાજકીય નેતાઓની પોસ્ટ્સને થર્ડ પાર્ટી ચેકિંગમાંથી દૂર રાખવામાં આવશે.