ફાઇલ ફોટો (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઘટતા અમદાવાદમાં વહીવટીતંત્રે સિટી બસ સર્વિસ AMTS અને BRTS શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદમાં 81 દિવસ બાદ AMTS અને BRTSની બસ 7 જૂન, 2021 સોમવારના રોજથી શરૂ થશે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં કોરોના સંક્રમણના નવા કેસો અચાનક વધતા વહીવટીતંત્રે 17 માર્ચથી AMTS અને BRTS બસ સેવા બંધ કરી દીધી હતી. કેન્દ્ર સરકારની SOP પ્રમાણે 50 ટકા ક્ષમતા સાથે AMTS અને BRTS બસનું સંચાલન કરવાનું રહેશે. એએમસી દ્વાર AMTS અને BRTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવતા નોકરીયાત વર્ગ અને જાહેર જનતાને મોટી રાહત મળશે. AMTS અને BRTS બસ સેવા બંધ હોવાથી ખાનગી રીક્ષા ચાલકો ઉંચુ ભાડુ વસૂલતા હોવાની ફરિયાદ ઉઠી હતી.