ચેન્નાઇમાં એરિગ્નાર અન્ના ઝુઓલોજિક પાર્કના સિંહોની ચાર જૂનની આ તસવીર છે. (PTI Photo/R Senthil Kumar)

તમિલનાડુના ચેન્નાઇના સરકારી ઝૂમાં નવ વર્ષના એક એશિયાટિક સિંહનું કોરોના વાઇરસથી મોત થયું હતું, એમ ઝૂના સત્તાવાળાએ શુક્રવારે જણાવ્યું હતું. અરિગનાર અન્ના ઝુઓલોજિક પાર્કે જણાવ્યું હતું કે નીલા નામની નવ વર્ષની સિંહણનું 3 જૂનની સાંજે કોરોનાથી મોત થયું હતું.

પ્રાણીઓમાં કોરોના વાઇરસના કેટલાંક કેસો નોંધાયા છે. પાકિસ્તાનમાં સફેદ વાઘના બે બચ્ચાનું કોરોના વાઇરસથી મોત થયું હોવાનું માનવામાં આવે છે. ભારતના બીજા બે શહેરોમાં પણ સિંહોને કોરોના સંક્રમણ થયું હતું.

ચેન્નાઇ ઝૂ ઓથોરિટીએ જણાવ્યું હતું કે 11માંથી 9 સિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અહેવાલની તપાસ માટે સેમ્પલ ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી હૈદરાબાદ, ભારતીય વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બરેલી અને સેમ્પલો પણ મોકલવામાં આવ્યા છે. આમાં જાણવા મળશે કે શું આ નવ સિંહો ખરેખર ચેપગ્રસ્ત થયા છે, શું તેઓ કોઈ અન્ય રોગને કારણે સિંહણે પોતાનો જીવ ગુમાવ્યો છે? કોરોના પોઝિટીવ આવેલા આ 9 સિંહોને હાલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ઝૂની ટીમ અને સાથે એક્સપર્ટની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે.