બોરિસ જોન્સન - Dan Kitwood/Pool via REUTERS

વડા પ્રધાન બોરિસ જોન્સને 19 જુલાઈના રોજ ડાઉનીંગ સ્ટ્રીટ ખાતેથી કોરોનાવાયરસ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘’આજે આપણે રોડમેપ ચોથા સ્ટેપ પર પહોંચી ગયા છીએ. હું જાણું છું કે કેસ સતત વધી રહ્યા છે અને વધુને વધુ લોકોને સેલ્ફ આઇસોલેટ થવાનું કહેવાયું છે. જો આપણે હવે બધુ ખોલીશું નહિં તો પછી શિયાળાના મહિનાઓમાં કે ઓટમમાં મુક્તિ આપીશું ત્યારે વાઇરસને ઠંડા હવામાનનો ફાયદો થશે. આ અઠવાડિયાથી શરૂ થતી સમર હોલીડેઝ અગ્નિશામક પૂરવાર થશે. આપણી જાતને પૂછવું જોઇશે કે જો આપણે અત્યારે નહિં કરીએ તો ક્યારે કરીશું? તેથી આ યોગ્ય ક્ષણ છે, પરંતુ આપણે તેને સાવચેતીપૂર્વક કરવાનું છે.”

જોન્સને જણાવ્યું હતું કે ‘’જ્યારે પ્રતિબંધો હોસ્પિટલમાં દાખલ થવાના દર અને મૃત્યુને અટકાવતા નથી ત્યારે તેને હવે દૂર નહીં કરીએ તો ક્યારે કરશું? દુર્ભાગ્યે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ અને મૃત્યુ બંને વધી રહ્યા છે, પણ વૈજ્ઞાનિકોએ પ્રારંભમાં જે આગાહી કરી હતી તેના પ્રમાણમાં હાલત સારી છે અને તેથી આપણે સાવધાનીપૂર્વક આગળ વધવું યોગ્ય છે.  હાલત જોતાં ટેસ્ટ, ટ્રેસ અને આઇસોલેટ થવાની સિસ્ટમ ચાલુ રાખવી જરૂરી છે. જેમને રસી આપવામાં આવી છે તેમને પણ નોંધપાત્ર જોખમ છે કે તેઓ હજી પણ આ રોગનો ચેપ પસાર કરી શકે છે. આગામી 16 ઑગસ્ટથી જેમને ડબલ રસી આપવામાં આવી છે તેમને આઇસોલેટ કરવાના બદલે ટેસ્ટીંગની સિસ્ટમ તરફ આગળ વધીશું. અમને આશા છે કે આપણા દેશમાં પ્રતિરક્ષાની દિવાલ વધુ ઉંચી હશે. તે દરમિયાન, હું તમને ખાતરી આપવા માંગુ છું કે આપણી હોસ્પિટલો અને કેર હોમના કર્મચારીઓ, ખોરાક, પાણી, વીજળી અને દવાઓનો પુરવઠો, આપણી ટ્રેનો ચલાવવી, આપણી સરહદોના રક્ષણ સહિતની નિર્ણાયક સેવાઓનું રક્ષણ કરીશું. દેશના દરેક પુખ્ત વયની વ્યક્તિને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પરંતુ કમનસીબે તેનો અર્થ એ નથી કે 18 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિએ પહેલા ડોઝ લીધો છે. ઇંગ્લેન્ડમાં અત્યાર સુધીમાં 50 થી વધુ વયના 96 ટકા લોકોએ, 30થી50 વર્ષના 83% લોકોએ રસી લીધી છે. પરંતુ 18થી 30 વર્ષના 35 ટકા એટલે કે 3 મિલિયન લોકોએ રસી લીધી નથી. અમને હજી વધુ યુવાન પુખ્ત વય લોકો રસી લે તેની જરૂર છે.

તેમણે કહ્યું હતું કે ‘’જીવનની કેટલીક સૌથી મહત્વપૂર્ણ તકો અને આનંદ વધુને વધુ રસીકરણ પર આધારિત હોય તેવી સંભાવના છે. એવા દેશો છે કે જ્યાંથી પરત થાવ અને ડબલ રસી લીધી હોય તો તમારે ક્વોરેન્ટાઇન થવાની જરૂર નથી. આ દેશોની યાદી વધે તેવી સંભાવના છે. પણ નાઇટક્લબો દ્વારા જોખમ ઉભુ થઇ શકે છે. મારે ફરીથી નાઈટક્લબ બંધ કરવાની જરૂર નથી. પરંતુ નાઇટક્લબોએ સામાજિક જવાબદારી દાખવી એનએચએસ કોવિડ પાસનો ઉપયોગ કરવાની જરૂર છે, જે રસીકરણનો પુરાવો બતાવે છે, તાજેતરનું નકારાત્મક ટેસ્ટીંગ કે કુદરતી પ્રતિરક્ષા દર્શાવે છે અને તેને પ્રવેશના સાધન તરીકે વાપરી શકાય છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં 18 વર્ષથી વધુના બધા લોકોને ડબલ રસી મળી જશે પછી અમે સંપૂર્ણ રસીકરણ મેળવ્યું હશે તેમને જ જ્યાં વિશાળ ભીડ એકઠી થાય છે ત્યાં કે નાઈટક્લબ્સ અને અન્ય સ્થળોએ પ્રવેશવાની શરત બનાવવાની યોજના બનાવી રહ્યા છે. નેગેટીવ ટેસ્ટીંગનો પુરાવો હવે પૂરતો રહેશે નહીં. અમે ઇચ્છીએ છીએ કે લોકો તેમની સ્વતંત્રતા પાછી મેળવી શકે, દેશ આપણા વિશાળ રસીકરણ અભિયાનના ફળનો આનંદ માણી શકે. પરંતુ તે કરવા માટે આપણે સાવચેત રહેવું જોઈએ અને આપણે રસી લેવાનું ચાલુ રાખવું જોઈએ.’’