20 સપ્ટેમ્બર 2021થી શરૂ થયેલા ઓર્ગન ડોનેશન વીકની ઉજવણી માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)એ ઓર્ગન ડોનેશન વિશે જાગૃતી લાવતો એક નવો શૈક્ષણિક વિડીયો લોન્ચ કર્યો છે. ઉપરાંત ઓર્ગન ડોનેશન કરવાની ઈચ્છાઓ વિશે પોતાના પરિવાર સાથે વાતચીત કેમ કરવી કેમ મહત્વપૂર્ણ છે તેની જાણકારી પણ અપાઇ રહી છે.
વાર્ષિક અભિયાન ઓર્ગન ડોનેશન વીક અંતર્ગત લોકોને રાષ્ટ્રીય ઓર્ગન ડોનેશન રજિસ્ટરમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે અને તેમના પરિવારો સાથે તેમના નિર્ણયની જાણકારી આપવા વિનંતી કરાઇ છે. આ વર્ષનો હેતુ ‘લીવ ધેમ સર્ટેઇન‘ અભિયાનનો છે. જેનો ઉદ્દેશ લોકોને અંગો દાન અંગે તેમના પ્રિયજનો સાથે વાત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, ખાસ કરીને એ જણાવવુ જરૂરી છે કે અંગ દાન કરવા માટે તેઓ આગળ વધે તે પહેલા તેમના પરિવારો તેમાં હંમેશા સામેલ હોય તે જરૂરી છે.
BAPS ઘણા વર્ષોથી અંગદાન વિશે જાગૃતિ લાવી રહ્યું છે. તાજેતરમાં એશિયનોએ અંગ દાન પર વિચાર કરવાની જરૂરિયાત, હિન્દુ ધર્મ આને કેવી રીતે ટેકો આપે છે, અને ઓનલાઈન નોંધણી અને તમારા પ્રિયજનો સાથે વાતચીત કરવાના મહત્વ પર ભાર મૂકતા ટૂંકા વિડીયોની શ્રેણીનો સમાવેશ કર્યો છે.
આ ઉપલબ્ધ વિડીયો https://www.youtube.com/watch?v=1AL7IXQPmr0, એશિયન દાતાઓની હાલની અછતને ઉજાગર કરે છે અને અંગ દાન અને હિન્દુ ધર્મ વિશેની ગેરસમજોને દૂર કરે છે. તે ભારપૂર્વક જણાવે છે કે અંગદાન એ દાન અથવા સેવાનું એક સ્વરૂપ છે જે કરવા માટે હિન્દુ શાસ્ત્રો આપણને પ્રોત્સાહિત કરે છે. આ વિડીયો પરિવારના સભ્યો અને મિત્રોને અંગદાન વિશે બોલવાના મહત્વને પણ સમજાવે છે જેથી વ્યક્તિઓ જાણકાર અને તથ્ય આધારિત નિર્ણયો લઈ શકે.
બીએપીએસના અગ્રણી સ્વયંસેવક ડો. નીલ સોનેજીએ સમજાવ્યું હતું કે “મૃત્યુ પછી અંગદાન વિશે તમારા પરિવાર સાથે વાત કરવી એ એક સંવેદનશીલ વિષય હોઈ શકે છે. પરંતુ આ વિડીયો એ વાત પર ભાર મૂકે છે કે આપણી સાથે તે વાતચીત એટલી મહત્વપૂર્ણ કેમ છે. કારણ કે કાયદામાં નવા ફેરફારો સાથે, અને દર્દીએ અંગ દાતા તરીકે નોંધણી કરાવી હોય તો પણ દાન લેવા માટે પરિવારની સંમતિ હંમેશા જરૂરી હોય છે. આ માટે પરિવાર સાથે વાતચીત કરવી જરૂરી છે અને તે માટે તેમને ચોક્કસ કરવા જરૂરી છે.”
ઓર્ગન ડોનેશન વીક વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને અહીં https://www.organdonation.nhs.uk/get-involved/news/organ-donation-week-2021/ ક્લિક કરો.