અમીર ખાન (નાથન સ્ટર્ક/ગેટ્ટી છબીઓ દ્વારા ફોટો)

બ્રિટિશ બોક્સર આમિર ખાન અને તેના સાથીને ફ્લાઇટની અંદર ફેસ માસ્ક પહેરવા બાબતે વિવાદ થયા બાદ યુ.એસ.માં વિમાનમાંથી ઉતારી દેવાયા હતા.

ખાને જણાવ્યું હતું કે કોઈએ તેના મિત્રનો માસ્ક “પૂરતો ઉંચો નથી” એવી ફરિયાદ કર્યા બાદ પોલીસ દ્વારા તેને અમેરિકન એરલાઈન્સમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. જો કે એરલાઇને પુષ્ટિ કરી હતુ કે નેવાર્ક એરપોર્ટથી ડલ્લાસ-ફોર્ટ વર્થ જતી ફ્લાઇટમાં બે જણાએ “ક્રૂની વિનંતીઓનું પાલન કરવાનો ઇનકાર” કર્યા પછી ફ્લાઇટને ગેટ પર પરત લાવવામાં આવી હતી. જો કે, પોલીસ હસ્તક્ષેપનો ઇનકાર કર્યો હતો.

ટ્રેનિંગ કેમ્પ માટે કોલોરાડો જઈ રહેલા બોલ્ટનનાં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ખાને ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડીયોમાં કહ્યું હતું કે ‘’આ ટ્રીટમેન્ટથી હું બહુ “નારાજ” છું. આજે જ્યારે હું કોલોરાડો સ્પ્રિંગ્સમાં ટ્રેનિંગ કેમ્પમાં જઈ રહ્યો હતો ત્યારે મને વિમાનમાંથી ઉતારવામાં આવ્યો હતો. દેખીતી રીતે અમેરિકન એરલાઇન્સ સ્ટાફ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે મારા સાથીદારનો માસ્ક પૂરતો ઉંચો નથી અને મેં કંઇ ખોટું કર્યું ન હોવા છતાં વિમાન રોકીને મને અને મારા મિત્રને ઉતારી દીધા હતા.”

અમેરિકન એરલાઇન્સે જણાવ્યું કે ફ્લાઇટ 700 ન્યૂ જર્સીના નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગેટ પર પરત લાવવી પડી હતી. કારણ કે બે ગ્રાહકોએ “સામાન મૂકવા, સેલ ફોનને એરોપ્લેન મોડ પર મૂકવા અને ફેડરલ ફેસ કવરિંગ નિયમોનું પાલન કરવા માટે ક્રૂ મેમ્બરની વારંવારની વિનંતીઓનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. વિમાન ગેટ પર પાછું ફર્યું ત્યારે “પર પ્રોટોકોલ” પોલીસ હાજર હતી પરંતુ તેમણે મુસાફરોને વિમાનમાંથી બહાર નીકળવા માટે કહ્યું ન હતું અને દરમિયાનગીરી કરી ન હતી. એરલાઇન્સ દ્વારા ખાન કે તેમના સાથી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહતો.’’

એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમારી કસ્ટમર રિલેશન ટીમ તેમના અનુભવ વિશે વધુ જાણવા અને અમારા ગ્રાહકો અને ક્રૂની સલામતી માટે અમલમાં મુકવામાં આવેલી નીતિઓના મહત્વને મજબૂત કરવા માટે તેમનો સંપર્ક કરી રહી છે.”