ફાઈઝરની કોવિડની – નવી એન્ટિવાયરલ ટેબ્લેટ, કોવિડથી સૌથી વધુ સંવેદનશીલ લોકોને હોસ્પિટલમાં દાખલ થવાથી અને મૃત્યુના જોખમને લગભગ 90 ટકા ઘટાડી દે છે, જે વિશ્વને સામાન્યતા તરફ પાછા ફરવાનું વચન આપે છે.
બ્રિટને પહેલાથી જ ફાઇઝરના એન્ટિવાયરલના 250,000 કોર્સનો ઓર્ડર આપ્યો હતો. આ પરિણામોને પગલે તે હવે કોવિડ સામે લડવામાં NHSના શસ્ત્રાગારનો ભાગ બનશે. બીજી એન્ટિવાયરલની સાથે તેના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી.
પેક્સલોવિડ તરીકે ઓળખાતી ફાઈઝર પિલના પરિણામો ઘણા વિશ્લેષકોની અપેક્ષા કરતાં પણ વધુ સારા છે. નિદાનના પાંચ દિવસની અંદર દવા લેનાર લગભગ 1 ટકા લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેની સરખામણીએ દવા ન લેનારા 7 ટકા લોકોને દાખલ કરવા પડ્યા હતા.
રિજબેક બાયોથેરાપ્યુટિક્સ અને મર્ક દ્વારા નિર્મિત એન્ટિવાયરલને નિયમનકાર MHRA એ લાઇસન્સ આપ્યું હતું. આશા છે કે વૃદ્ધો અને ઓછી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો નિદાન થયા પછી ઘરે જ સારવાર તરીકે આ દવા લઇ શકશે જે તેમને હોસ્પિટલમાંથી બહાર રાખી શકે છે.
ફાઈઝરના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ આલ્બર્ટ બૌરલાએ જણાવ્યું હતું કે, “આજના સમાચાર આ રોગચાળાના વિનાશને રોકવા માટેના વૈશ્વિક પ્રયાસોમાં એક વાસ્તવિક ગેમ-ચેન્જર છે. આ ડેટા સૂચવે છે તે દર્દીઓના જીવન બચાવવા, કોવિડ -19 ચેપની તીવ્રતા ઘટાડવા અને દસમાંથી નવ લોકોને હોસ્પિટલમાં દાખલ થતા રોકવાની ક્ષમતા ધરાવે છે”.
એવું માનવામાં આવે છે કે આ દવાનો પ્રથમ ડોઝ શિયાળાના અંતમાં યુકેમાં આવવાનું શરૂ થવો જોઈએ. ટ્રાયલમાં વૈજ્ઞાનિકોએ જોયું હતું કે જ્યારે ગંભીર કોવિડનું જોખમ હોય તેવા લોકોએ લક્ષણોની શરૂઆતના ત્રણ દિવસની અંદર અને અલગ જૂથમાં પાંચ દિવસમાં દવા લીધી ત્યારે શું થયું હતું. પ્લાસેબો આપવામાં આવેલા 1,000 માંથી 70 લોકો લગભગ 28 દિવસમાં હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેની સરખામણીમાં દવા લેનાર 1,000માંથી માત્ર 9ને જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પેક્સલોવિડ આપવામાં આવેલા લોકોના કોઈ મૃત્યુ થયા નહોતા, જ્યારે દવા નહોતી લીધી તેવા દસ લોકોના મરણ થયા હતા.