પ્રસ્તુત તસવીરમાં ડાબેથી રેવરન્ડ એલેડ એડવર્ડ્સ OBE, ચીફ એક્ઝિક્યુટિવ-સીટુન, પ્રોફેસર કેશવ સિંઘલ MBE, ચેર BAPIO વેલ્સ, મેયર ઓફ બેરી સ્ટેફન વિલિયમ, મેયર ઓફ ગ્લેમોર્ગન જેન નોર્મન, ડૉ. પીટર ડિક્સન MBE, ચેર, વેલ ફોર આફ્રિકા ચેરિટી, પ્રો. હસમુખ શાહ BEM, ટ્રસ્ટી, વેલ ફોર આફ્રિકા ચેરિટી, વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડ, વેલ્સના ભૂતપૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર કાર્વિન જોન્સ એમએસ, મિનિસ્ટર ફોર સોશ્યલ જસ્ટીસ, કાર્વિન જોન્સ એમએસ, ડેપ્યુટી મિનિસ્ટર ફોર સોશ્યલ જસ્ટીસ જુલી મોર્ગન એમએસ નજરે પડે છે.
વેલ ફોર આફ્રિકા ચેરિટી ડીનરનું આયોજન આ વર્ષે 2 ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું જેમાં મિત્રો અને ચેરિટીના સમર્થકોના સાથથી £1900થી વધુ રકમ એકત્ર કરાઇ હતી. વેલ ફોર આફ્રિકા, વેલ ઓફ ગ્લેમોર્ગન ચેરિટી યુગાન્ડામાં સામુદાયિક પ્રોજેક્ટ્સ માટે ભંડોળ ઊભું કરે છે અને રાષ્ટ્રવ્યાપી વેલ્સ અને આફ્રિકા પ્રોગ્રામ સાથે જોડાયેલ છે.

તે યુગાન્ડાના ટોરોરો જિલ્લામાં તેની ભાગીદાર સંસ્થા ACET સાથે નજીકથી કામ કરે છે, જ્યાં ચેરિટી શાળાઓમાં પાણીની જોગવાઈને સમર્થન આપે છે, પુસ્તકાલયને ભંડોળ પૂરું પાડે છે અને યુગાન્ડામાં એક સમર્પિત આંખોની સંભાળ લેતી ટીમ મોકલવા માટે તેની ફ્લેગશિપ સ્કીમ ચલાવે છે. સુવિધાઓની મર્યાદિત પહોંચ ધરાવતા લોકો માટે ચશ્મા, તબીબી સારવાર અને દૃષ્ટિ બચાવતી આંખની સર્જરી માટે રેફરલ્સ પૂરા પાડે છે.

તદુપરાંત, વેલ ફોર આફ્રિકાએ યુગાન્ડાના વિદ્યાર્થીઓને વેલ ઓફ ગ્લેમોર્ગનમાં UWC એટલાન્ટિક કોલેજમાં સીક્સ્થ ફોર્મના બે વર્ષના સમયગાળા માટે પણ સમર્થન આપ્યું છે.

રોગચાળાને કારણે ભંડોળ ઊભું કરવામાં અસર થઈ હતી, જેના કારણે પૈસા પહોંચાડવા અને જરૂરિયાતવાળા લોકોની સંભાળ રાખવામાં મુશ્કેલી પડી હતી. વેલ ફોર આફ્રિકા ચેરિટીના ટ્રસ્ટી પ્રોફેસર હસમુખ શાહ, બીઈએમએ નોર્થ કાર્ડિફમાં મર્ક્યોર હોટેલ ખાતે આ પ્રસંગનું આયોજન કર્યું હતું જ્યાં વિવિધ કરી વાનગીઓ અને સારી સેવા પૂરી પાડવામાં આવી હતી. જેમાં કાર્ડિફ અને વેલના ભારતીય તબીબી સમુદાયના ઘણા સભ્યો, લાંબા સમયથી સમર્થકો અને ચેરિટીના મિત્રો સાથે હાજર હતા.

આ મેળાવડો ચેરિટી માટેનો એક મુખ્ય પ્રસંગ બની ગયો હતો જેમાં રોગચાળાથી પીડિત આફ્રિકન સમુદાયો માટે જરૂરી એવી £1900થી વધુ રકમ એકત્ર કરાઇ હતી. વેલ ફોર આફ્રિકા વિશે વધુ માહિતી માટે, વેબસાઇટ જુઓ: http://www.valeforafrica.org.uk/

વેલ્સ સરકાર દ્વારા પ્રાયોજિત વેલ્સ અને આફ્રિકા કાર્યક્રમ, વેલ્સના લોકોને આફ્રિકામાં ગરીબી પર પગલાં લેવા માટે સમર્થન આપે છે: https://gov.wales/wales-and-africa.