UK will give booster vaccine from September 5
(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

કોવિડને ફ્લૂની જેમ એન્ડેમિક વાઇરસ તરીકે ગણવામાં આવવો જોઈએ અને મિનિસ્ટર્સે બૂસ્ટર ઝુંબેશ પછી સામૂહિક રસીકરણ સમાપ્ત કરવું જોઈએ એમ યુકેના વેક્સીન ટાસ્કફોર્સના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. ક્લાઇવ ડિક્સે જણાવ્યું છે. આરોગ્યના વડાઓ અને વરિષ્ઠ ટોરી અગ્રણીઓ પણ તાણ અનુભવતા NHS માટે રોગચાળા પછીની યોજના માટે લોબિઇંગ કરી રહ્યાં છે.

ડૉ. ક્લાઇવ ડિક્સે યુકેની કોવિડ વ્યૂહરચના પર મોટા પાયે પુનઃવિચાર કરવાની હાકલ કરી જણાવ્યું હતું કે ‘’છેલ્લા બે વર્ષના અભિગમને પલટાવીને “નવી સામાન્યતા” તરફ પાછા ફરવું જોઇએ. આપણે વિશ્લેષણ કરવાની જરૂર છે કે શું આપણે વર્તમાન બૂસ્ટર ઝુંબેશનો ઉપયોગ નબળા લોકોને સુરક્ષિત રાખવા માટે કરીએ છીએ? યુકેમાં સામૂહિક વસ્તી-આધારિત રસીકરણ હવે સમાપ્ત થવું જોઈએ. મિનિસ્ટર્સે બી-સેલ્સ અને ટી-સેલ્સ (શ્વેત રક્ત કોશિકાઓ)નો સમાવેશ કરવા માટે એન્ટિબોડીઝ ઉપરાંત કોવિડ રોગપ્રતિકારક શક્તિમાં સંશોધનને તાત્કાલિક સમર્થન આપવું જોઈએ. જે કોવિડ વેરિઅન્ટ્સ માટે વિશિષ્ટ સંવેદનશીલ લોકો માટે રસી બનાવવામાં મદદ કરી શકે છે. આપણે હવે રોગનું સંચાલન કરવાની જરૂર છે, વાઇરસ ફેલાવવાની નહીં. તેથી સંવેદનશીલ જૂથોમાં ગંભીર રોગની પ્રગતિ અટકાવવી એ ભાવિ ઉદ્દેશ્ય છે.’’