દેશમાં ગુરુવારે કોરોનાના નવા આશરે 3.17 લાખ કેસ નોંધાયા હતા, જે 249 દિવસમાં સૌથી વધુ છે. કોરોનાના કારણે એક દિવસમાં 491 લોકોના મોત પણ થયા હતા. કોરોના કુલ કેસની સંખ્યા વધીને આશરે 3.82 કરોડ થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને આશરે 4.87 લાખ થયો છે. દેશમાં ઓમિકોનના કેસો પણ વધીને 9,287 થયા હતા. બુધવારથી ઓમિક્રોનનના કેસમાં 3.63 ટકાનો વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ એક્ટિવ કેસની સંખ્યા વધીને આશરે 19.24 લાખ થઈ હતી, જે 234 દિવસમાં સૌથી વધુ છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ ઘટીને 93.09 ટકા થયો હતો. ડેઇલી પોઝિટિવિટી રેટ 16,41 ટકા રહ્યો હતો અને વીકલી પોઝિટિવિટી રેટ 16.06 ટકા થયો હતો.