બીઆર ચોપરાની ટીવી સીરિયલ ‘મહાભારત’માં ‘ભીમ’ના પાત્રથી લોકપ્રિય બનેલા અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષની વયે સોમવાર, 7 ફેબ્રુઆરીની રાત્રે અવસાન થયું હતું. તેઓ એક્ટર હતા અને પંજાબના સ્પોર્ટ્સમેન પણ હતા.
પ્રવીણ કુમારને સ્પોર્ટ્સમાં ઘણા એવોર્ડ્સ મળ્યા હતા. તેમને અર્જુન એવોર્ડ પણ એનાયત કરાયો હતો. સ્પોર્ટ્સમાં નામના હોવાના કારણે, તેમને બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં (BSF) ડેપ્યુટી કમાન્ડન્ટની નોકરી મળી હતી. અમિતાભ બચ્ચનની ‘શહેનશાહ’નો પણ તેમને ભૂમિકા ભજવી હતી, જેમાં તેઓ મુખ્તાર સિંહ તરીકે જોવા મળ્યા હતા. તેમણે કરિશ્મા કુદરત કા, યુદ્ધ, જબરદસ્ત, સિંહાસન, ખુદગર્ઝ, લોહા, મહોબ્બત કા દુશ્મન અને ઈલાકા સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું. પ્રવીણ કુમાર રાજકારણમાં પણ જોડાયા હતા. તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરી હતી બાદમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
પ્રવીણ કુમાર સોબતી અંતિમ સમયમાં ખૂબ ખરાબ આર્થિક સ્થિતિમાં જીવવા માટે મજબૂર થયા હતા. તેમણે ગુજરાન ચલાવવા માટે પેન્શનની પણ માગ કરી હતી.