ઇન્સ્પાયરીંગ ઇન્ડિયન વિમેન દ્વારા IIW અને ઈન્દ્રધનુષ કિડ્સના સહયોગથી ચેરિટી ફંડરેઇઝર ઇવેન્ટ ‘ડાન્સ ફોર કોઝ ફોર એસિડ એટેક સર્વાઇવર્સ’ માટે ફેશન અને ડાન્સ શોનું આયોજન તા. 24મી એપ્રિલના રોજ સાંજે 4.30 થી 6.30 દરમિયાન સ્ટેનબરો હાઇસ્કૂલ મેઇન થિયેટર, સ્ટેનબરો પાર્ક, વોટફોર્ડ WD25 9JT ખાતે કરવામાં આવ્યું છે. તે પહેલા સંદિપ સોપારકર સાથે સાલસા ડાન્સ વર્કશોપનું આયોજન તે જ સ્થળે બપોરે 2થી 3 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલા, જાણીતા એવોર્ડ વિજેતા બોલિવૂડ કોરિયોગ્રાફર સંદીપ સોપારકર ડાન્સ ફોર કોઝના સ્થાપક છે અને આ વખતે તેઓ ‘સ્ટોપ એસિડ એટેક’ માટે ભંડોળ એકત્ર કરી રહ્યા છે.
આ પ્રસંગે ફેશન શો પણ યોજાશે અને યુદ્ધ, આશા – નિરાશા, એસિડ એટેકની થીમ પર આધારિત કેટલાક નૃત્યો પણ રજૂ થશે. ટિકિટ માટે સંપર્ક: http://www.bit.ly/danceforcause અને http://www.anytickets.co.uk રશ્મિ મિશ્રા 07440 635 511.