ચાન્સેલર ઋષિ સુનકે વાર્ષિક CBI ડીનરમાં ચેતવણી આપી છે કે ચીજ વસ્તુઓના ભાવો 40 વર્ષોમાં સૌથી ઝડપી દરે વધી રહ્યા છે ત્યારે આગામી કેટલાક મહિનાઓ લોકો માટે “કઠિન હશે”.

બિઝનેસ અગ્રણીઓને આપેલા ભાષણમાં, તેમણે જણાવ્યું હતું કે ‘’ઉર્જા, બળતણ અને ખાદ્યપદાર્થોના ખર્ચમાં વધારો કરી થતા પરિવારોને મદદ કરવા માટે સરકાર “વધુ કશુંક કરવા માટે તૈયાર છે. સરકાર બિઝનેસીસને રોકાણ કરવા પ્રોત્સાહિત કરવા માટે ટેક્સમાં ઘટાડો કરશે.

ઉર્જા બિલમાં તીવ્ર વધારો થવાથી સૌથી વધુ ગરીબોને સૌથી વધુ ફટકો પડી રહ્યો છે. યુકેનો ફુગાવો એપ્રિલથી 12 મહિનામાં વધીને 9% થયો છે જે માર્ચમાં 7% હતો અને તે 1982 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે.

એપ્રિલમાં લાખો લોકોએ ઊર્જા ખર્ચમાં અભૂતપૂર્વ રીતે £700નો વધારો સહન કરવાનો થતા લોકોએ ફુગાવામાં વધારો જોયો હતો.

ચાન્સેલરે બિઝનેસીસને જણાવ્યું હતું કે ‘’આર્થિક સ્થિતિ અત્યંત ગંભીર છે, જેમાં દેશ યુક્રેનમાં યુદ્ધની અસર અને ચીનમાં લોકડાઉન સહિત વૈશ્વિક પુરવઠાના આંચકાના સંપૂર્ણ વાવાઝોડાનો સામનો કરી રહ્યો છે. આગામી કેટલાક મહિનાઓ મુશ્કેલ હશે. પરિવારો માટે ખર્ચ ઘટાડવાનું સરળ રહેશે.’’

સુનકે અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ કરવા અને જીવન નિર્વાહના ખર્ચને સરળ બનાવવા માટે રોકાણ અને તાલીમને વેગ આપવા માટે બિઝનેસીસને હાકલ કરી હતી. અમારી યોજના કર ઘટાડવાની અને સુધારણા કરવાની છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના જણાવ્યા અનુસાર એપ્રિલમાં ફુગાવામાં લગભગ 75 ટકા વધારો વીજળી અને ગેસના ઊંચા બિલને કારણે થયો હતો. મોટાભાગની અન્ય ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં પણ વધારો થયો છે. પરંતુ વેતન ફુગાવા સાથે તાલ મિલાવવામાં નિષ્ફળ રહ્યું છે અને વાસ્તવિક દ્રષ્ટિએ ઘટી રહ્યું છે. સૌથી ગરીબ લોકો ભાવમાં વધારો થવાથી સૌથી વધુ ફટકો ભોગવી રહ્યા છે.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ચેતવણી આપી છે કે યુકેની ખર્ચની તંગી દેશને મંદીની અણી પર છોડી શકે છે, ઊર્જા બિલમાં વધુ અપેક્ષિત વધારાને કારણે ફુગાવો આ વર્ષના અંતમાં 10% થી વધુની ટોચે પહોંચશે.

બેન્કે ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ચાર વખત વ્યાજદર વધાર્યા છે પરંતુ સાંસદોએ તેના પર પૂરતું કામ ન કરવાનો આરોપ લગાવ્યો છે.

યુકેમાં હવે જર્મની (7.4%) અને ફ્રાન્સ (4.8%) સહિત કોઈપણ G7 દેશ કરતાં સૌથી વધુ ફુગાવાનો દર (9%) છે.