હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પી હિન્દુજા

કોબ્રા બીયરના સ્થાપક લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે જી પી હિન્દુજા ભારત-યુકે સંબંધોના જોરદાર હિમાયતી અને બ્રિટિશ ભારતીય સમુદાય માટે માર્ગદર્શક પ્રેરકબળ હતાં. આ ઉદ્યોગસાહસિકને ભારત-યુકે વચ્ચે જીવંત સેતુ બનાવનાર વ્યક્તિ તરીકે યાદ કરાશે. જીપીએ હિન્દુજાને વૈશ્વિક બિઝનેસ સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતમાં બહુરાષ્ટ્રીય કંપની તરીકે મોટા એક્વિઝશન કરવામાં હિન્દુજા પરિવારનો સમાવેશ થતો હતો. તેમણે ભારતની સૌથી મોટી એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને પરિવહન કંપનીઓમાંની એક અશોક લેલેન્ડને ખરીદી હતી અને તેમાં મોટી સફળતા મેળવી હતી.

બિલિયોમોરિયાએ જણાવ્યું હતું કે બેન્કિંગ, મેન્યુફેક્ચરિંગ હોય કે પ્રોપર્ટી હોય તેઓ હંમેશા યુકે અને ભારતને એકસાથે રાખતા હતાં જીપી માત્ર યુકે અને ભારતમાં એક પ્રખ્યાત અને આદરણીય વ્યક્તિ જ નહોતા, પરંતુ આપણા બંને દેશો માટે એક મહાન ચેમ્પિયન હતાં. અમને તેમની ખૂબ જ ખોટ સાલશે.

જી પી હિન્દુજા દ્વારા દેખરેખ હેઠળનો છેલ્લો મોટો પ્રોજેક્ટ મધ્ય લંડનમાં વિન્સ્ટન ચર્ચિલ ઓલ્ડ વોર ઓફિસને વૈભવી OWO રેફલ્સ હોટેલમાં રૂપાંતરિત કરવાનો હતો.ગયા વર્ષે, તેમણે હિન્દુજા-કિંગ્સ હેલ્થ પાર્ટનર્સ એકેડેમી દ્વારા ભારત અને યુકેમાં આરોગ્યસંભાળના પરિણામો સુધારવાના હેતુથી કિંગ્સ કોલેજ લંડન સાથે નવી ભાગીદારીની જાહેરાત કરી હતી.

 

LEAVE A REPLY