There will be a big change next month regarding GP appointments in England
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

લેપટોપ માંગવાના આરોપસર ડૉ. મંજુ અરોરાને એક મહિના માટે સસ્પેન્ડ કરવાના જનરલ મેડિકલ કાઉન્સિલ(GMC)ની કાનૂની પાંખ, મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસ (MPTS)ના નિર્ણય અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી BAPIOએ GMCના સીઈઓને પત્ર લખ્યો છે.

માન્ચેસ્ટર સ્થિત ખાનગી કંપની માસ્ટરકોલે ડો. અરોરાને ‘અપ્રમાણિકતા’ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં કહે છે કે મેડિકલ ડાયરેક્ટરે ડૉ. અરોરાને વર્ક લેપટોપ આપવાનું વચન આપ્યું હતું, જેનો તેમણે ઇનકાર કર્યો હતો. આવા કેસો સ્થાનિક સ્તરે ઉકેલી શકાય તેમ હોવા છતાં નવાઈની વાત એ છે કે મેડિકલ ડાયરેક્ટરે આ કેસ જીએમસીને મોકલી આપ્યો હતો.

આ કેસ દર્શાવે છે કે કેવી રીતે GMC ફરી એકવાર તેના વંશીય ડૉક્ટરો સાથે કામ લેવામાં નિષ્ફળ ગઇ છે. જે તેમની 30 વર્ષની સમર્પિત અને નિષ્કલંક પ્રેક્ટિસ બાદ બાકીની પ્રોફેશનલ કારકિર્દી ધૂંધળી બનાવશે.

BAPIO વતી પત્રમાં જણાવાયું હતું કે ‘’જો આ સજાને પડકારવામાં ન આવે તો, તેણીની ભાવિ કારકિર્દી પર નોંધપાત્ર અસરો પડશે. તેથી અમે સમીક્ષાની માંગણી કરી છે અને BAME ડોકટરો સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવા જણાવ્યું છે.

BAPIOના પ્રેસિડેન્ટ ડૉ. રમેશ મહેતાએ જણાવ્યું છે કે “તે ખોટી માન્યતા છે કે દેખીતી રીતે ‘વચન’ શબ્દનો દુરુપયોગ કરવા બદલ ડૉક્ટરને સસ્પેન્ડ કરી શકાય છે.”

BAPIO ના અધ્યક્ષ ડૉ. જે.એસ. બમરાહે જણાવ્યું હતું કે MPTS પોતાના નિર્ણય વિશે અવિશ્વસનીય છે. આ કેસને શરૂઆતમાં જ કાઢી નાખવો જોઈતો હતો.”

માનદ સેક્રેટરી સચિવ, પ્રોફેસર પરાગ સિંઘલે કહ્યું હતું કે  “માઇગ્રન્ટ ડોકટરો તેમના નિયમનકારમાં વિશ્વાસ ગુમાવી રહ્યા છે અને આનાથી NHS પર લાંબા ગાળાની અસરો પડશે.”