અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના નામધારી પુત્ર અને તેમની પુત્રી ઇવાન્કા આવતા મહિને ન્યૂયોર્કમાં એટર્ની જનરલ સમક્ષ તેમના બિઝેનસની કામગીરી અંગેની નાગરિક તપાસમાં પૂછપરછ માટે સંમત થયા છે. જો, તેમના વકીલો આ અંગે દેશ સર્વોચ્ચ કોર્ટમાં આ મામલે આગળ નહીં વધે તો તેઓ તેમાં જુબાની આપશે.
મેનહટનના ન્યાયાધીશે બુધવારે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં ટ્રમ્પને જુબાની આપવા માટે જણાવવામાં આવ્યું હતું, કોર્ટની બહાર પ્રીટ્રાયલ જુબાની 15 જુલાઈથી શરૂ થશે. આ વિશે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટના વકીલોને ટિપ્પણી કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
જે રીતે જુનિયર ટ્રમ્પના એટર્ની એલન ફુટરફાસે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો તે મુજબ સ્ટેટ એટર્ની જનરલ લેટિશિયા જેમ્સની ઓફિસે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ટ્રમ્પના અન્ય પુત્ર, એરિક ટ્રમ્પે 2020માં નિવેદન આપ્યું હતું પરંતુ કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.
જેમ્સની ત્રણ વર્ષ લાંબી તપાસને અવરોધિત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસો પછી તેમના માટે આ નવો આંચકો છે. જેમ્સે કહ્યું છે કે, તપાસમાં પુરાવા મળ્યા છે કે ટ્રમ્પની કંપનીએ વીમો અને જમીન દાન માટે ટેક્સ છૂટછાટો અને લોન મેળવવા માટે ગગનચૂંબી બિલ્ડિંગ્સ, ગોલ્ફ કોર્સ અને તેમના મેનહટન પેન્ટહાઉસ જેવી સંપત્તિની કિંમતને વધારે દર્શાવી હતી.
તેમની ઓફિસનાં વકીલે ગત મહિને ન્યાયમૂર્તિને જણાવ્યું હતું કે, આ પુરાવા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ, તેમની કંપની અથવા બંને સામે કાયદાકીય પગલાંને સમર્થન આપી શકે છે, જોકે એટર્નીએ કહ્યું હતું કે, તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ટ્રમ્પે તેમની સામે રાજકીય રીતે પ્રેરિત આ તપાસને ફગાવી છે.
અગાઉ 26 મે ના રોજ ન્યૂયોર્ક સ્ટેટ અપીલ કોર્ટે એવો ચૂકાદો આપ્યો હતો કે, ટ્રમ્પે જુબાનીમાંથી પસાર થવું પડ્યું હતું, નીચલી કોર્ટના એ ચુકાદાને સમર્થન આપ્યું હતું કે, એટર્ની જનરલને ટ્રમ્પ અને તેમની કંપનીના કેટલાક અન્ય વડાઓની પૂછપરછ કરવાનો ‘સ્પષ્ટ અધિકાર’ છે.