Vivek Oberoi
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ભારતમાં 76મો સ્વાતંત્ર્ય દિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઇ ગયો. દેશભરમાં શરૂ કરવામાં આવેલા ‘હર ઘર તિરંગા’ કેમ્પેઇનને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો.

આ ઉજવણીમાં બોલીવૂડ સ્ટાર્સ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.વિવેક ઓબેરોયે લંડનમાં બ્રિટિશ પાર્લામેન્ટની સામે ત્રિરંગો લહેરાવીને પોતાની દેશભક્તિ દર્શાવી હતી.

વિવેક ઓબેરોયે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે લંડનમાં પાર્લામેન્ટની બહાર ઊભો જોવા મળી રહ્યો છે. તેમાં તે કહે છે કે, ‘એક સમય હતો જ્યારે આપણે ભારતમાં જ આપણો ધ્વજ લહેરાવી શકતા ન હતા અને આજે આપણા શહીદોની શહાદતના કારણે દરેક ભારતીય વિશ્વના કોઈપણ દેશમાં ગર્વથી ત્રિરંગો લહેરાવી શકે છે.’

આ વીડિયોમાં વિવેક, પત્ની અને બંને બાળકો ત્રિરંગા સાથે જોવા મળે છે.વિવેક હવે બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ તેનું દરેક પાત્ર દર્શકોને પસંદ આવી રહ્યું છે.