Book review Let's Talk: How to Have Better Conversations – Nihal Arthanayake

જો કોઇ વ્યક્તિ તમારી સાથે વાત કરવા માંગતી ન હોય તો તેની સાથે તમે કેવી રીતે વાત કરશો? જ્યારે આપણે સારી વાતચીત કરીએ છીએ ત્યારે મગજમાં શું થાય છે? તમારા પરિવારને મારવાનો પ્રયાસ કરનારા લોકો સાથે તમે વાતચીત ક્યાંથી શરૂ કરશો? અસરકારક સંવાદ આપણા અંગત અને વ્યવસાયિક જીવનમાં વધુ પરિપૂર્ણતા તરફ દોરી જાય છે, ત્યારે તમામ વૈજ્ઞાનિક પુરાવાઓ અગાઉની પેઢીઓ કરતાં ઓછી વાતચીત શેર કરવા તરફ નિર્દેશ કરે છે.

નિહાલ અર્થનાયકે આ ટ્રેન્ડને સમર્થન આપી રહ્યા છે. નિહાલે બીબીસી રેડિયો 5 લાઈવ પર 1.2 મિલિયન શ્રોતાઓનું એક પ્લેટફોર્મ બનાવ્યું છે, લોકો તેમને વાર્તાલાપ કરવામાં તેમની પેઢીના શ્રેષ્ઠ લોકોમાંના એક તરીકે માને છે. વિશ્વના સૌથી મોટા સ્ટાર્સથી માંડીને ઇનર સીટી ગેંગના લીડર સુધીના મહેમાનોએ હકારાત્મક ચર્ચાઓ બાબતે વાતચીત કરવાની જન્મજાત ક્ષમતાની પ્રશંસા કરી છે. હવે તે સમજવા માંગે છે કે તેણે તેની કુશળતા કેવી રીતે વિકસાવી, ‘મહાન વાર્તાલાપ’ કરવાનો ખરેખર અર્થ શું છે અને, સૌથી અગત્યનું, તે આપણને આપણા રોજિંદા જીવનમાં વધુ સારી ક્રિયાપ્રતિક્રિયા કરવાનું કેવી રીતે શીખવી શકે છે.

‘લેટ્સ ટોક’ સફળ વાતચીત પાછળના રહસ્યો, મનોવિજ્ઞાનના નિષ્ણાત ઇન્ટરવ્યુઅર નિહાલના અનુભવોનું મિશ્રણ રજૂ કરે છે.

સંવાદની ઉત્ક્રાંતિને શોધવાથી લઈને આપણે સારી ચર્ચાનો આનંદ લઈએ છીએ ત્યારે મગજમાં શું ચાલે છે તે શોધવા નિહાલે લોરેન કેલી, આયર્લેન્ડના ભૂતપૂર્વ પ્રમુખ મેરી મેકએલીસ, પ્રોફેસર તાન્યા બાયરન, આંતરરાષ્ટ્રીય સ્તરના બેસ્ટ સેલિંગ લેખક જોહાન હરી, મેથ્યુ સહિતના અગ્રણીઓ સાથે વાતો કરી છે. જેમાં શા માટે સારી વાતચીત સમય જતાં ખોવાઈ જાય છે અને તેને ઠીક કઇ રીતે કરી શકીએ તેનો પણ સમાવેશ થાય છે.

લેટ્સ ટોક એ નિહાલની સુલભ, કૌશલ્યપૂર્ણ અને પ્રેરક ટૂલકીટ છે જે કોઈપણ સાથે, કોઈપણ સમયે સારી વાતચીત કરવા માટે છે.

પુસ્તક સમિક્ષા

  • નિહાલ વાર્તાલાપની કળામાં માહેર છે, દેશના શ્રેષ્ઠ અને હોંશિયાર ઇન્ટરવ્યુઅરોમાંના એક છે. તેમનું પુસ્તક તેજસ્વી અને જરૂરી બન્ને છે. આ રસપ્રદ પુસ્તક વાંચવાથી તમે વધુ સારા શ્રોતા, વધુ સારા વાર્તાલાપ કરનારા અને સારી કંપની આપનારા બનશો. – આદમ કે, ધીસ ઈઝ ગોઈંગ ટુ હર્ટના બેસ્ટ સેલિંગ લેખક.
  • નિહાલ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગમાં સૌથી બુદ્ધિશાળી ઇન્ટરવ્યુઅર છે. વાર્તાલાપ પરના પુસ્તક માટે ઘણી અપેક્ષાઓ હતી, અને તેમણે નિરાશ કર્યા નથી. – સતનામ સંઘેરા, એમ્પાયરલેન્ડના બેસ્ટ સેલિંગ લેખક.

લેખક વિશે

નિહાલ અર્થનાયકે એક વખાણાયેલા બ્રોડકાસ્ટર અને ટીવી પ્રેઝન્ટર છે. તેઓ હાલમાં બીબીસી 5 લાઈવ પર ડેઇલી ડે ટાઈમ શો રજૂ કરે છે. તેમની અનોખી ઈન્ટરવ્યુ શૈલીને ઓળખીને તાજેતરમાં બીબીસી રેડિયો અને મ્યુઝિક એવોર્ડ્સમાં ઈન્ટરવ્યુ ઓફ ધ યર એનાયત કરી સરાહના કરાઇ હતી.

આ પુસ્તકને 5માંથી 4.3 સ્ટારનું રેટીંગ મળેલું છે.

Book: Let’s Talk

Author: Nihal Arthanayake

Publishers: Orion Books

Amount: £16.99

LEAVE A REPLY

ten + 2 =