(Photo by ALERY HACHE/AFP via Getty Images)

આજથી વીસેક વર્ષ અગાઉ બોલીવૂડમાં જાણીતી બનેલા કલાકારો અત્યારે ફિલ્મોમાં ઓછા જોવા મળે છે. તેઓ પોતાનું કામ આગળ વધારવા માટે નવા જમાનાના ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે. ડિજિટલ ક્ષેત્ર-વેબસીરિઝ થકી તેઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે અને તેમને તેમાં સારું કામ પણ મળી રહ્યું છે. માધુરી દીક્ષિત, રવિના ટંડન તથા કાજોલ સહિતની અભિનેત્રીઓ આ ક્ષેત્રમાં આવી ચુકી છે. અનેક અભિનેત્રીઓ તો એવું પણ માને છે કે, તેમના સમયમાં બનતી ચોક્કસ પ્રકારની ફોર્મ્યુલા આધારિત ફિલ્મોને કારણે તેમની અભિનય ક્ષમતાનો યોગ્ય ઉપયોગ થયો જ નથી અને હવે તેઓ વેબસીરીઝમાં પડકારરૂપ ભૂમિકાઓ ભજવીને ખુશ થઇ રહી છે. હવે જુહી ચાવલા ડિજિટલ ક્ષેત્રમાં પદાર્પણ ક્રાઈમ થ્રીલર સિરીઝ- હશ હશ થી કરી રહી છે, જેમાં તેની સાથે આયેશા ઝુલ્કા પણ દેખાશે.

જુહી ચાવલા વચ્ચે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. જ્યારે, આયેશા ઝુલ્કા સુપરહિટ ફિલ્મો આપીને બોલીવૂડમાંથી અચાનક ગૂમ થઈ ગઈ હતી. ચાર-પાંચ વર્ષ અગાઉ તે એક-બે ફિલ્મોમાં જોવા મળી હતી. હશ હશ.. વેબસિરીઝમાં સોહાઅલી ખાન, કૃતિકા કામરા પણ દેખાશે. તેનું ડાયરેક્શન તનુજા ચન્દ્રાએ કર્યું છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments