Rajkot businessman kidnapped in Johannesburg

અમેરિકાના કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાં સોમવારે 8 મહિનાની બાળકી અને તેના માતાપિતા સહિત ભારતીય મૂળના 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું, એમ સત્તાવાળાએ જણાવ્યું હતું.

મર્સિડ કાઉન્ટીના શેરિફ ઓફિસે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અપહરણ કરાયેલા લોકોમાં જસદીપ સિંહ (36 વર્ષ), તેમની પત્ની જસલીન કૌર (27), તેમની આઠ મહિનાની પુત્રી આરુહી ધેરી અને 39 વર્ષીય વ્યક્તિ અમનદીપ સિંહ સામેલ છે, એમ એમબીસી10ના રીપોર્ટમાં જણાવાયું હતું.

પોલીસનું જણાવ્યું હતું કે, આ ચારેય લોકોને તેમના ઇચ્છાવિરુદ્ધ સાઉથ હાઈવે 59ના 800 બ્લોકના એક બિઝનેસ પરથી ઉઠાવી લેવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું કે શંકાસ્પદ અપહરણકર્તા ખતરનાક અને શસ્ત્રધારી હોઇ શકે છે. આ ઘટના અંગે વધુ વિગત બહાર નથી આવી કારણ કે, તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે.

અપહરણકર્તાનો હજુ સુધી ખુલાસો નથી થયો અને અપહરણ પાછળનો હેતુ પણ સામે નથી આવ્યો. શેરિફ ઓફિસ તરફથી સોમવારે જારી કરાયેલા નિવેદનમાં સામાન્ય જનતાને અપીલ કરવામાં આવી છે કે, તેઓ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિના સંપર્કમાં ન આવે. વર્ષ 2019માં ભારતીય મૂળનો એક ટેક્નીશિયન તુષાર અત્રે પોતાની પ્રેમિકાની ગાડીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. અમેરિકીમાં એક ડિજિટલ માર્કેટિંગ કંપનનીનો માલિકે તેનું પોતાના જ ઘરમાંથી અપહરણ કરી લીધુ હતું. અપહરણના થોડા જ કલાકોની અંદર તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

 

LEAVE A REPLY

twenty − 5 =