Camilla, Queen Consort (Photo by Andrew Milligan - WPA Pool/Getty Images)

ભારતને નારાજ નહિં કરવા માટે ક્વીન કોન્સોર્ટ કેમિલા રાજ્યાભિષેક વખતે ક્વીન મધરનો તાજે પહેરશે નહીં. આ તાજમાં વિવાદાસ્પદ હીરો કોહીનૂર જડેલો છે અને ‘વસાહતી ભૂતકાળની પીડાદાયક યાદો’ તાજી ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.

આ અમૂલ્ય તાજમાં 2,800 હીરા છે અને આગળના ભાગમાં 105 કેરેટનો કોહીનૂર હીરો છે, જે વિશ્વના સૌથી મોટા કટ હીરામાંનો એક છે. ભારત અને આસપાસના દેશો દ્વારા તેના પર દાવો કરવામાં આવે છે. વિવાદને કાબૂમાં લેવા માટે, મણિને તાજમાંથી અલગ કરવાનો નિર્ણય લેવાઇ શકે છે.

LEAVE A REPLY

5 + 18 =